Not Set/ ગોવિંદાના દીકરાની કારનું થયું એક્સિડન્ટ, એક્ટરે જણાવી ઘટનાની સમગ્ર માહિતી

બોલિવૂડ અભિનેતા ગોવિંદાના પુત્ર યશવર્ધનની કારનું 24 જૂનની રાત્રે અકસ્માત થયો હતો. આ ઘટના મુંબઈના જુહુમાં બની હતી. જો કે આ કાર અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા પહોંચી નથી. ગોવિંદાએ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે તેમનો પુત્ર યશવર્ધન સુરક્ષિત છે. ગોવિંદાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે એક ખાનગી માધ્યમ સાથે […]

Uncategorized

બોલિવૂડ અભિનેતા ગોવિંદાના પુત્ર યશવર્ધનની કારનું 24 જૂનની રાત્રે અકસ્માત થયો હતો. આ ઘટના મુંબઈના જુહુમાં બની હતી. જો કે આ કાર અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા પહોંચી નથી. ગોવિંદાએ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે તેમનો પુત્ર યશવર્ધન સુરક્ષિત છે.

ગોવિંદાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે એક ખાનગી માધ્યમ સાથે વાતચીતમાં કહ્યું, ‘મારો પુત્ર યશવર્ધન કાર ચલાવતો હતો અને અચાનક સામેથી એક કાર આવી અને તેને ટક્કર મારી. જો કે, મારા પુત્રો સુરક્ષિત છે. તેના હાથ પર થોડી ઈજાઓ થઈ છે પણ ચિંતા કરવાની કંઈ વાત નથી. કારને થોડું નુકસાન થયું છે.

અભિનેતાએ વધુમાં કહ્યું કે, ‘અમે પોલીસ ફરિયાદ નથી કરી કેમ કે ડ્રાઇવરે અમારી પાસે માફી માંગી હતી. જે કારથી અકસ્માત થયો હતો. તે યશ ચોપરાની છે. અમારો તેમની સાથે જૂનો સંબંધ છે. તેનો ડ્રાઈવર કાર ચલાવતો હતો અને તે પણ સુરક્ષિત છે. અહેવાલ મુજબ ગોવિંદા અકસ્માત થયા બાદ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યાં તેમણે ઘટના દરમિયાન હાજર લોકો સાથે વાત કરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.