દૈનિક રાશિભવિષ્ય (તા. 27 જૂન 2020, શનિવાર)
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) [email protected]
( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )
* મેષ (અ,લ,ઈ) – આજે ધનલાભ છે, પરિવારમાં આનંદની લાગણી વર્તાય. બપોર પછીનો સમય વધારે શ્રેષ્ઠ રહેશે એમ કહી શકાય. આપના વેપાર-ધંધામાં વિશેષ પ્રગતિ થતી જણાય છે. આપને સંતાન તરફથી પણ કોઈ સારા સમાચાર મળી શકે છે.

* વૃષભ (બ,વ,ઉ) – આજે ઘર સંબંધી કાર્યો રહેશે. કોઈ પારિવારીક કાર્યો ઉપર તમારે વધારે ધ્યાન આપવું પડે તેવી સ્થિતિ રચાય છે. તમને વધારે ગૂંચવણભરી પરિસ્થિતિનું નિર્માણ થાય પણ બપોર પછી તમારા માટે વધુ સારી સ્થિતિ રહેશે. ભગવાનના દર્શને જવાની ઇચ્છા પણ થાય.

* મિથુન (ક,છ,ઘ) – થોડો ધન સંપત્તિનો વ્યય દર્શાવે છે. વારસાઈ સંબંધે ચર્ચા થાય. તમારું મન બપોર પછી થોડું વધારે દુઃખી થતું જણાય છે. થોડા વધારે ગંભીર વિચારોમાં ડૂબી જાવ તેવી પરિસ્થિતિ પણ નિર્માણ પામે છે.

* કર્ક (ડ,હ) – તમારું લાભ સ્થાન વધારે પ્રબળ બન્યું છે. નોકરી વ્યવસાયમાં તમને કોઈ નવી તકની પ્રાપ્તિ થાય. સવારના સમયમાં તમારું મન થોડું વધુ તર્ક-વિતર્ક કરશે પણ સંધ્યા સમયે તમે ખૂબ જ રાહત અનુભવશો.

* સિંહ (મ,ટ) – ઘર પરિવારમાં થોડી રકઝક થાય પણ ગ્રહો પરિસ્થિતિ એટલી વિકટ બતાવતા નથી. બપોર પછી ઘરમાં ધન આવે પણ ખરું અને વપરાય પણ ખરું. જીવનસાથી સાથે થોડી રકઝક થાય. દૈનિક આવક બાબતે થોડી વધુ ચઢભઢ થાય તેવું બને.

* કન્યા (પ,ઠ,ણ) – જો તમે મિત્રો સાથે ક્યાંક પ્રવાસમાં જતા હોવ તો વધુ સાવધાની રાખજો. મિત્રો સાથે કોઈપણ પ્રકારના ખોટા સાહસમાં સપડાઈ ન જવાય તેનું ધ્યાન રાખવું પડશે. વિદ્યાર્થીમિત્રો માટે બપોર પછીનો સમય થોડો વધુ એકાગ્રતાનો દેખાય છે.

* તુલા (ર,ત) – વેપાર-રોજગારમાં અચાનક તક મળી જાય અથવા આજે અચાનક ધનપ્રાપ્તિ પણ થઈ શકે છે. જો તમે એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ક્ષેત્રે જોડાયેલા હશો તો તમારા માટે આજે કોઈ નવી તક પણ ઊભી થાય. સાથે સાથે, ચેરીટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલા વ્યક્તિઓ માટે પણ આજે સરળતા રહેશે.

* વૃશ્ચિક (ન,ય) – આજે પિતાનું ભાગ્ય બળવાન થાય. સાથે સાથે તમને પિતાનો લાભ પણ મળતો જણાય છે. વેપારમાં આજે તમારો લાભ થતો જણાય છે. માતા દ્વારા પણ તમને લાભ મળતો જણાય છે. બપોર પછી તમારા શુભકાર્ય કરવાની તકો ઊભી થાય.

* ધન (ભ,ધ,ફ,ઢ) – લોન સંબંધી કાર્યો આજે સારી રીતે થઈ શકે. સ્ત્રી જાતકો માટે આજે ધનપ્રાપ્તિની તકો ઉજળી બની છે. મોસાળમાંથી કોઈ મદદ મળવાના અણસાર વર્તાય છે. આરોગ્ય બાબતોમાં સુધારો થતો જણાય.

* મકર (ખ,જ) – આજે તમારા દ્વારા શુભકાર્યો થાય. સંતાન દ્વારા આજે તમને ધનપ્રાપ્તિના અણસાર વર્તાય છે. મન થોડું વધુ પ્રફુલ્લિત રહે અને વારસાઈ સંબંધે કોઈ ચર્ચા થાય તેવા અણસાર દેખાય છે.

* કુંભ (ગ,શ,સ,ષ) – જીવનસાથી સાથે આજે નિકટતા વધે. સુખદક્ષણો માણવા મળે પણ સાથે સાથે મતભેદ સર્જાય તેવી શક્યતા પણ રહેલી છે. તમારે આજે આરોગ્ય જાળવવાનું રહેશે. માતા સંબંધી કોઈ પ્રશ્નો હોય તો આજે સાવધાન રહેજો.

* મિન (દ,ચ,ઝ,થ) – નોકરીમાં ક્યાંક પ્રવાસની શક્યતા વર્તાય છે. કાર્ય આજે આગળ ધપે. પહેલા કરેલા કાર્યોમાં આજે સફળતા મળતી જણાય છે માટે તમે આજે સક્રીય થઈ જજો. પરિસ્થિતિ તમારા પક્ષમાં મળતી જણાય છે.

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – ખિસ્સામાં ચાંદીનો સિક્કો રાખવાથી સાનુકૂળતા રહેશે.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
