Not Set/ સતત 21 માં દિવસે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ભડકો, જનતા ત્રસ્ત

કોરોનાકાળમાં આર્થિક રીતે પાયમાલ થઇ ગયેલા લોકો માટે આવનારો સમય હજુ પણ ખરાબ રહે તેવી સંભાવનાઓ છે. જેનો સૌથી મોટુ કારણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં થઇ રહેલો વધારો છે. જી હા, આજે સતત 21 માં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો નોંઘાયો છે. ઓઇલ કંપનીઓએ આજે સતત 21 માં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં […]

Uncategorized

કોરોનાકાળમાં આર્થિક રીતે પાયમાલ થઇ ગયેલા લોકો માટે આવનારો સમય હજુ પણ ખરાબ રહે તેવી સંભાવનાઓ છે. જેનો સૌથી મોટુ કારણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં થઇ રહેલો વધારો છે. જી હા, આજે સતત 21 માં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો નોંઘાયો છે.

ઓઇલ કંપનીઓએ આજે સતત 21 માં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. પેટ્રોલ હવે દિલ્હીમાં 80 રૂપિયાને વટાવી ગયું છે, જ્યારે ડીઝલ આ આંકડાને પાર કરી ચૂક્યો છે. શનિવારે પેટ્રોલ 25 પૈસા મોંઘુ થઈ ગયું છે, જ્યારે ડીઝલની કિંમતમાં 21 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 80.13 રૂપિયાથી વધીને 80.38 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. વળી ડીઝલ 80.40 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં ડીઝલની કિંમત પેટ્રોલ કરતા વધારે છે.

પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારાની અસર શાકભાજી અને ફળોનાં બજારોમાં ચીજવસ્તુઓનાં વેચાણ પર પડે છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, દિલ્હીનાં આઝાદપુર શાકમાર્કેટમાં શાકભાજી વેચનારે જણાવ્યું હતું કે પરિવહન ચાર્જ વધ્યો હોવાથી બજાર મોંઘુ થઈ ગયું છે. જ્યારે વેચાણ નીચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.