વેસ્ટ-ઈન્ડિઝ અને ચેન્નઇ સુપર કિગ્સનો ઓલરાઉન્ડર ખેલાડી ડ્વેન બ્રાવો મેદાન ઉપરાંત મેદાનની બહાર પણ એક ઓલરાઉન્ડર છે. તે ક્રિકેટર સિવાય ગાયક, સંગીતકાર, ડાંસર છે. ડ્વેન બ્રાવો એ તેની ટીમ સાથે ઘણા સારા ગીતો બનાવ્યા છે. આપને જણાવી દઈએ કે, બ્રાવોએ થોડાં વર્ષો પહેલા એક વીડિયો ગીત “ડીજે બ્રાવો-ચેમ્પિયન” લોન્ચ કર્યું હતું અને તેને અત્યાર સુધીમાં લગભગ 100 મિલિયન લોકો યુટ્યુબ પર જોઇ ચૂક્યા છે, જે બતાવે છે કે સંગીતકાર તરીકે બ્રાવો ચોક્કા અને છક્કા ફટકારવાનું જાણે છે.
હવે ફરી એક વાર ડ્વેન બ્રાવોએ તેના ચેન્નઈ સુપર કિંગ્સનાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પ્રત્યે પ્રેમ અને આદર બતાવ્યો છે અને તેમના જન્મદિવસ પર તેમને એક ખાસ ભેટ આપવાની યોજના બનાવી છે. જણાવી દઇએ કે એમએસનો જન્મદિવસ 7 જુલાઈનાં રોજ છે અને આ ગીતનાં શબ્દો ધોની માટે ભાગ્યશાળી ગણાતા સાતમાં નંબરને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યા છે. બ્રાવોએ ગીતોનાં માધ્યમથી શબ્દોમાં ધોની સાથે જોડાયેલી તમામ વિશેષ વાતો મૂકી છે. મતલબ, બ્રાવોએ વર્ષ 2007 વર્લ્ડ કપ, આઈપીએલ ટાઇટલ અને માહીનાં ટ્રેડમાર્ક શોટ હેલિકોપ્ટર શોટનો પણ આ ગીતમાં ઉલ્લેખ કર્યો છે. આશા છે કે એમએસ અને તેના પ્રશંસકોને બ્રાવોનાં આ ગીતનું ટ્રેલર ગમ્યું હશે.
ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયોમાં બ્રાવો ડીજે પર આ ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યો છે. વળી તેમણે ચાહકો માટે સંદેશ લખ્યો અને કહ્યું કે તમે 7 જુલાઇ માટે તૈયાર છો. અમે આ દિવસે માહીનો જન્મદિવસ વિશેષ અંદાજ અને વિશેષ ગીતો સાથે ઉજવવા જઈ રહ્યા છીએ. ચાહકો તેમના આ ટ્રેકનો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને ઇન્સ્ટાગ્રામ પર થોડા કલાકોમાં લગભગ બે લાખ લોકોએ બ્રાવોનાં આ ગીતને જોયુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
