Not Set/ WHO વડાએ કોવિડ-19 ને લઇને ફરી આપી ચેતવણી, ચેપનો ખરાબ તબક્કો હજુ બાકી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ વિશ્વભરમાં કોરોના વાયરસનાં વધતા ચેપ વિશે ચેતવણી જારી કરી છે. WHO નાં વડાએ ચેતવણી આપી છે કે, ચેપનો ખરાબ તબક્કો આવવાનો બાકી છે. એટલે કે, કોવિડ-19 નું ચરમ હજી વિશ્વભરમાં આવ્યું નથી. WHO મુજબ, હવે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કોરોના વાયરસ ક્યાંથી આવ્યો? સંગઠને જણાવ્યું હતું કે, કોરોના વાયરસનો […]

World

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ વિશ્વભરમાં કોરોના વાયરસનાં વધતા ચેપ વિશે ચેતવણી જારી કરી છે. WHO નાં વડાએ ચેતવણી આપી છે કે, ચેપનો ખરાબ તબક્કો આવવાનો બાકી છે. એટલે કે, કોવિડ-19 નું ચરમ હજી વિશ્વભરમાં આવ્યું નથી. WHO મુજબ, હવે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કોરોના વાયરસ ક્યાંથી આવ્યો? સંગઠને જણાવ્યું હતું કે, કોરોના વાયરસનો રોગચાળો હજી સમાપ્ત થવાની નજીક નથી, છેલ્લા 6 મહિનાથી ચેપનું જોખમ સતત વધી રહ્યું છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનાં વડાએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આપણે બધા ઇચ્છીએ છીએ કે કોરોના વાયરસને વહેલી તકે નાબૂદ કરવામાં આવે. આપણે બધા આપણા સામાન્ય જીવનમાં પાછા આવવા માંગીએ છીએ, પરંતુ કડવુ સત્ય એ છે કે આપણે હજી આ રોગચાળાનાં અંતથી ઘણા દૂર છે. આ રોગચાળાને હરાવવા માટે આપણે સાથે મળીને કામ કરવાની જરૂર છે. જો વિશ્વભરની સરકારો યોગ્ય નીતિઓનું પાલન નહી કરે તો આ વાયરસ અન્ય લોકોને સંક્રમિત કરી શકે છે.

WHO વડાએ કહ્યું કે, વૈશ્વિક રોગચાળાને કારણે વાયરસ ક્યાંથી આવ્યો તે શોધવા માટે WHO આવતા અઠવાડિયે ચીનમાં એક ટીમ મોકલી રહ્યું છે. જ્યારે આપણે વાયરસ વિશે બધું જાણીશુ ત્યારે આપણે તેને વધુ સારી રીતે લડવામાં સમર્થ થઈશું. અહી તે શોધવાનું પણ શામેલ છે કે આ ક્યાંથી આવ્યો છે. અમે આવતા અઠવાડિયે ચીનમાં એક ટીમ મોકલી રહ્યા છીએ અને અમને આશા છે કે આ વાયરસનાં મૂળને સમજવામાં મદદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.