Not Set/ સોનાલી બેન્દ્રેએ શેર કર્યા તેના Unseen Photos, સોશિયલ મીડિયા થઇ વાયરલ

કોરોના મહામારીને કારણે બોલીવૂડના તમામ સ્ટાર્સ લગભગ વધુ વધુ સમય તેમના ઘરે તેમના પરિવાર સાથે વિતાવી રહ્યા છે. સાથે સાથે તેમના ચાહકો સાથે જોડાઈ રહેવા માટે તેઓ સોશિયલ મીડિયા પર વધુને વધુ સક્રિય થયા છે. બોલીવૂડ સેલેબ્સ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર સતત તેમના જુના ફોટા અથવા વીડિયો શેર કરી રહ્યા છે. આવામાં હવે બોલીવુડની […]

Uncategorized

કોરોના મહામારીને કારણે બોલીવૂડના તમામ સ્ટાર્સ લગભગ વધુ વધુ સમય તેમના ઘરે તેમના પરિવાર સાથે વિતાવી રહ્યા છે. સાથે સાથે તેમના ચાહકો સાથે જોડાઈ રહેવા માટે તેઓ સોશિયલ મીડિયા પર વધુને વધુ સક્રિય થયા છે. બોલીવૂડ સેલેબ્સ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર સતત તેમના જુના ફોટા અથવા વીડિયો શેર કરી રહ્યા છે. આવામાં હવે બોલીવુડની જાણીતી અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ તેની કેટલીક જૂની તસ્વીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

સોનાલી બેન્દ્રેએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના મોડલિંગ દિવસો અને ફિલ્મી કરિયરના શરૂઆતના દિવસોની બે તસ્વીરો શેર કરી હતી, જે ઇન્ટરનેટ પર જોવા મળી હતી. તેના મિત્રો અને ઇન્ડસ્ટ્રીના ચાહકો સોનાલીની આ તસ્વીરો પસંદ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, સોનાલી કેન્સર જેવી જીવલેણ બીમારીને હરાવી ચુકી છે અને તેના જીવન પ્રત્યેના સકારાત્મક વલણની દરેકને પ્રશંસા કરી છે.

સોનાલીએ શેર કરેલી થ્રોબેક તસ્વીરોમાં, પહેલા ફોટોમાં તે તડકામાં પીળા રંગની બિકિની પહેરીને પોઝ કરતી જોવા મળી છે, જ્યારે અન્ય ફોટોમાં સોનાલી બીચ પર ઓરેન્જ કલરના સ્વિમવેરમાં જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.