અભિનેત્રી નોરા ફતેહીએ વર્ષ 2014 માં ફિલ્મ રોર: ટાઇગર ઓફ સુંદરબન્સથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ નોરાને સત્યમેવ જયતેના ગીત દિલબર દિલબરથી ઓળખ મળી. આ ગીતથી નોરાનું જીવન બદલાઈ ગયું અને નોરા સુપરહિટ બની ગઈ. નોરાનો ક્રેઝ તેના ચાહકોમાં એટલો છે કે હવે તેના ઇન્સ્ટાગ્રામ પર 14 મિલિયન ફોલોઅર્સ છે.
નોરાએ આ પ્રસંગને યાદ કરીને દિલબર સોન્ગનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં લખ્યું છે: “આજ ના જ દિવસે મારું જીવન બદલાઈ ગયું, જ્યારે 4 જુલાઇએ જ્યારે દિલબર સોંગ રિલીઝ થયું હતું અને હું દિલબર ગર્લ બની હતી, આખી દુનિયા મને જાગી ગઈ મને નોટીસ કરી આ પછી જે થયું તે ઈતિહાસ થઇ ગયો. આ દિવસ મારા માટે ખૂબ જ ખાસ છે અને આ ગીત પણ. મને જે જોઈતું હતું તે મળ્યું, મેં એક બ્રાન્ડ બનાવી છે, જે લોકોને પ્રેરણા આપે છે. હું ધન્ય અને કૃતજ્ઞ છું #happydilbargirlday
તાજેતરમાં જ, એક ખાસ વિડીયો શેર કરતી વખતે તેણે લખ્યું કે, 2018 માં, બેંગ્લોરમાં મિસ ઇન્ડિયા એવોર્ડ્સનો એક વીડિયો છે, જ્યાં તેણે પોતાના ડાન્સ પર્ફોર્મન્સ દરમિયાન બેલી ડાન્સ કર્યો હતો. નોરાએ તેના સોલો ડાન્સ માટે તૈયારી કરી નહતો. આ ઓન ઢ સ્પોર્ટ કર્યું હતું, તે ફક્ત સંગીતની અનુભૂતિ કરી રહી હતી. નોરાએ કેપ્શનમાં એમ પણ જણાવ્યું છે કે ગુડ લક માટે ગીત ‘દિલબર’ માં પણ સેમ આઉટ ફીટ પહેર્યું હતું.
નોરા તેની આગામી ફિલ્મ ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં અજય દેવગણની સાથે જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
