રાજસ્થાનના રાજકીય ઘમાસાણના પડઘા સમગ્ર દેશભરમાં પડ્યા છે. આજે કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, દિલ્હી ઉપરાંત ગુજરાતમાં પણ “લોકશાહી બચાવો”ના નેજા હેઠળ કોંગ્રેસ કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કર્યું હતું. જે અંતર્ગત રાજભવન સામે ધરણાંની કોશિશ કરી રહેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત 20 લોકોની અટકાયત કરી છે. મંજૂરી વિના દેખાવો કરી રહેલા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓને સેક્ટર 27 ખાતે લઈ જવામાં આવ્યા છે.
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજસ્થાની રાજકીય પરિસ્થિતિને લઇને નિવેદન આપતાં કહ્યું કે અમને રસ્તા પર વિરોધ કરતા રોકવામાં આવી રહ્યાં છે. ભાજપ સરકારના ઇશારે પોલીસે અટકાયત કરી છે.
ઉલ્લેખીનીય છે કે, ગાંધીનગર DySp એમ કે રાણાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ તરફથી પ્રદર્શન માટે કોઈ પૂર્વ મંજૂરી માંગવામાં આવી નથી. હાલ રાજભવનની આસપાસ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
