Not Set/ ભાજપ MLA નું બકરી ઈદને લઇને વિવાદિત નિવેદન, કહ્યુ- બલી ન આપો અને જો આપવી જ હોય તો તમારા…

  લોનીથી ભારતીય જનતા પાર્ટીનાં ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે બકરી ઈદથી ઠીક પહેલા એખ વિવાદિત નિવેનદ આપ્યું છે. ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે કહ્યું કે, આ વખતે કોરોનાને ધ્યાનમાં રાખીને બલી ન ચઢાવો. તેમણે કહ્યું કે બલી પોતાની કેટલીક પ્રિય વસ્તુની આપવામાં આવે છે. જો કોઈને હજી બલી આપવી હોય તો, તેમના બાળકોની આપો. એટલું જ […]

India
 

લોનીથી ભારતીય જનતા પાર્ટીનાં ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે બકરી ઈદથી ઠીક પહેલા એખ વિવાદિત નિવેનદ આપ્યું છે. ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે કહ્યું કે, આ વખતે કોરોનાને ધ્યાનમાં રાખીને બલી ન ચઢાવો. તેમણે કહ્યું કે બલી પોતાની કેટલીક પ્રિય વસ્તુની આપવામાં આવે છે. જો કોઈને હજી બલી આપવી હોય તો, તેમના બાળકોની આપો. એટલું જ નહીં, તેમણે બલી કરનાર વિરુદ્ધ પગલા લેવાની ચેતવણી આપી હતી.

મીડિયા સાથે વાત કરતા ભાજપનાં ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે કહ્યું કે શ્રાવણનાં આ પવિત્ર મહિનામાં બકરી ઈદ પ્રસંગે કોઈની બલી ન આપે. ધારાસભ્યએ કહ્યું કે લોની લોકોએ કોરોનાને પરાજિત કર્યો છે. જ્યારે તે જાણીતું છે કે માંસ કોરોના ફેલાવી શકે છે અને આલ્કોહોલ રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે, તો પછી આપણે બંનેને ટાળવું જોઈએ. ધારાસભ્યએ કહ્યું કે હું ઇસ્લામ પર વિશ્વાસ કરનારાઓને બકરી ઈદ ઉપર બલી ન આપવા અપીલ કરું છું. જો તમારે હજી પણ કોઈની બલી આપવી હોય તો તે તમારા બાળકોની આપો.

તેમણે કહ્યું કે, બલી કોઈ પ્રિય વસ્તુની આપવામાં આવે છે. પ્રાણીની બલી આપીને ખાવુ યોગ્ય નથી. તેમણે કહ્યું કે સનાતન ધર્મમાં પણ બલીની પરંપરા હતી, પરંતુ હવે તેની જગ્યાએ નાળિયેર ફોડવામાં આવે છે. ધારાસભ્યએ કહ્યું કે, લોનીનાં લોકોએ કાળજી લેવી પડશે કે કોરોના વિસ્તારમાં કોઈપણ રીતે ફેલાય નહીં. આ માટે કોઈએ બલી ન આપવી જોઈએ. તેમણે કહ્યું કે આ માટે હું વહીવટીતંત્ર સાથે પણ વાત કરીશ. લોની એસડીએમ સાથે પણ વાત કરીશ કે કોરોનાને રોકવા માટે એક પણ બલી કોઇ આપે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.