સુશાંત સિંહ રાજપૂતનાં મોતથી અંકિતા લોખંડે સતત સોશિયલ મીડિયા પર સીબીઆઈ તપાસની માંગણી કરી રહી છે. સુશાંતના પિતા કે.કે.સિંહે રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે, અને આ કેસમાં નવો વળાંક આવ્યો છે. હવે આ કેસમાં સુશાંતની નજીકની અંકિતા લોખંડેએ એક પોસ્ટ પોસ્ટ કરી છે જે વાયરલ થઈ રહી છે.
અંકિતાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે. અંકિતાએ આ કાળા રંગની તસ્વીર પર લખ્યું- ‘સત્યની જીત થઇ.’
આપને જણાવી દઈએ કે અકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત સિરિયલ પવિત્ર રિશ્તામાં સાથે કામ કર્યું હતું. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો હતો. બંનેનો રિલેશનશિપ ઘણા વર્ષો સુધી રહ્યો અને એક દિવસ અચનાક બંને એક-બીજાથી દૂર થઇ ગયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
