Not Set/ ચીની હેકર્સે અમેરિકન વેક્સીનને બનાવ્યો ટાર્ગેટ? જાણો શું છે તેની નવી ચાલ

કોરોનાવાયરસ રસીનાં માણસો પર કરવામાં આવેલા ટ્રાયલમાં સફળતા મેળવનારી પ્રથમ કંપનીમાંની એક, Moderna Inc ને ચીની સરકાર સાથે સંકળાયેલા હેકર્સે સાયબર એટેક દ્વારા નિશાન બનાવ્યું હતું. આ હુમલા દ્વારા, કોરોના રસીથી સંબંધિત સંશોધનને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચીનની હેકિંગ પ્રવૃત્તિ પર નજર રાખી રહેલા અમેરિકી સુરક્ષા અધિકારીઓએ આ દાવો કર્યો છે. ગયા અઠવાડિયે […]

World

કોરોનાવાયરસ રસીનાં માણસો પર કરવામાં આવેલા ટ્રાયલમાં સફળતા મેળવનારી પ્રથમ કંપનીમાંની એક, Moderna Inc ને ચીની સરકાર સાથે સંકળાયેલા હેકર્સે સાયબર એટેક દ્વારા નિશાન બનાવ્યું હતું. આ હુમલા દ્વારા, કોરોના રસીથી સંબંધિત સંશોધનને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચીનની હેકિંગ પ્રવૃત્તિ પર નજર રાખી રહેલા અમેરિકી સુરક્ષા અધિકારીઓએ આ દાવો કર્યો છે. ગયા અઠવાડિયે યુ.એસ.નાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટે યુ.એસ.માં બે ચીની નાગરિકો પર જાસૂસીનો આરોપ લગાવ્યો હતો.

આપને જણાવી દઇએ કે, જે જગ્યાઓ પર જાસૂસીનો આરોપ હતો તેમાથી ત્રણ કોરોના પર મેડિકલ રિસર્ચ કરી રહેલા સ્થળો હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ચીની હેકર્સે જાન્યુઆરીમાં મેસેચ્યુસેટ્સમાં એક બાયોટેક કંપનીનાં નેટવર્ક પર રેકી કરી હતી. કંપની કોરોના રસી પર કામ કરી રહી છે. તેના આધારે, તે મેસેચ્યુસેટ્સમાં સ્થિત Moderna હોઈ શકે છે. Moderna એ રોઇટર્સને પુષ્ટિ આપી છે કે કંપની એફબીઆઇ સાથે સંપર્કમાં છે અને હેકિંગ જૂથની રેકીની શંકાથી વાકેફ હતી.

રેકી માટેની વેબસાઇટ્સમાં નબળા સ્થળો શોધવાથી, તેની સાથે સંકળાયેલ એકાઉન્ટ્સની ચકાસણી કરવામાં આવે છે. કંપનીનાં પ્રવક્તા રે જોર્ડને જણાવ્યું છે કે, “મોડર્ના સંભવિત સાયબર સુરક્ષા ખતરાઓ અંગે સજાગ છે અને આંતરિક ટીમ, બાહ્ય સપોર્ટ અને અન્ય અધિકારીઓ સાથે સારો સંબંધ રાખે છે, ખતરાઓનું મૂલ્યાંકન કરે છે અને તેની મહત્વપૂર્ણ માહિતીને સુરક્ષિત રાખે છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.