Not Set/ સુશાંત સુસાઇડ કેસ/ બહેન શ્વેતા સિંહે PM મોદીને કરી આ અપીલ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં દરરોજ નવો વળાંક આવી રહ્યો છે. શુક્રવારે રિયા ચક્રવર્તીએ એક વીડિયો બહાર પાડ્યો અને ન્યાયની માંગ કરી હતી. હવે સુશાંતની બહેન શ્વેતા સિંહે પીએમ નરેન્દ્ર મોદીને ન્યાય માટે અપીલ કરી છે. શ્વેતાએ ન્યાયની કરી માંગ પીએમ નરેન્દ્ર મોદીને ટેગ કરતા શ્વેતા સિંહ કીર્તિએ લખ્યું કે – હું સુશાંત સિંહ રાજપૂતની બહેન […]

Uncategorized

સુશાંત સિંહ રાજપૂત કેસમાં દરરોજ નવો વળાંક આવી રહ્યો છે. શુક્રવારે રિયા ચક્રવર્તીએ એક વીડિયો બહાર પાડ્યો અને ન્યાયની માંગ કરી હતી. હવે સુશાંતની બહેન શ્વેતા સિંહે પીએમ નરેન્દ્ર મોદીને ન્યાય માટે અપીલ કરી છે.

શ્વેતાએ ન્યાયની કરી માંગ

પીએમ નરેન્દ્ર મોદીને ટેગ કરતા શ્વેતા સિંહ કીર્તિએ લખ્યું કે – હું સુશાંત સિંહ રાજપૂતની બહેન છું અને હું આખા મામલાની તાત્કાલિક તપાસની વિનંતી કરું છું. અમે ભારતની ન્યાયિક પ્રણાલીમાં વિશ્વાસ રાખીએ છીએ અને કોઈપણ કિંમતે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ. #JusticeForSushant #SatyamevaJayat.