દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંઘે એક વીડિયો જાહેર કર્યો છે. તેમણે પોતાના રેકોર્ડ કરેલા વીડિયોમાં કહ્યું છે કે મેં 25 ફેબ્રુઆરીએ મુંબઈ પોલીસને ચેતવણી આપી હતી કે મારા પુત્રની જિંદગી જોખમમાં છે. જાતે બનાવેલા વીડિયોમાં કે.કે.સિંઘ કહે છે કે 25 ફેબ્રુઆરીએ મેં બાંદ્રા પોલીસને જાણ કરી હતી કે સુશાંતનો જીવ જોખમમાં છે. 14 જૂને તેનું અવસાન થયું. મેં પોલીસને તે લોકોની પૂછપરછ કરવા કહ્યું કે જેમના નામ અંગે મેં ફરિયાદ કરી છે. પુત્રના મૃત્યુના 40 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તેથી મેં પટણામાં એફઆઈઆર નોંધાવી.
તમને જણાવી દઈએ કે દિવંગત અભિનેતા સુશાંતના પિતાએ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના પરિવારના સભ્યો સહિત છ અન્ય લોકો સામે એફઆઈઆર નોંધાવી છે. સ્વર્ગસ્થ અભિનેતાના પિતા કે.કે.સિંઘે પટણા શહેરના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં 306, 341, 342, 380, 406 અને 420 હેઠળ આ એફઆઈઆર દાખલ કરી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કે.કે.સિંઘ દ્વારા નોંધાયેલા કેસની તપાસના સંદર્ભમાં ચાર સભ્યોની ટીમ મુંબઈમાં છે. નોંધનીય છે કે 34 વર્ષનો સુશાંત 14 જૂનના રોજ મુંબઇના બાંદ્રા સ્થિત તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
#WATCH: #SushantSinghRajput‘s father in a self-made video says, “On Feb 25, I informed Bandra Police that he’s in danger. He died on June 14 & I asked them to act against people named in my Feb 25 complaint. No action taken even 40 days after his death. So I filed FIR in Patna.” pic.twitter.com/tnn9XN1XlB
— ANI (@ANI) August 3, 2020
