લેબનોનની રાજધાની બેરૂતમાં મંગળવારે, 4 ઓગસ્ટે અત્યંત શક્તિશાળી ડબલ બોમ્બ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 50 લોકો માર્યા ગયા અને આશરે 2750 ઘાયલ થયા હતા. બપોરે થયેલા ધડાકાથી રાજધાનીની અનેક ઇમારતો હચમચી ઉઠી હતી અને વાહનોનો કડુલો બોલી ગયા હતા. શહેરમાંથી જાડા કાળા ધૂમ્રપાનનાં વાદળો છવાય ગયા હતા. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે મકાનોની બારી અને છત તૂટી ગઈ હતી.
વિસ્ફોટ બેરૂત બંદરની નજીકમાં થયો હોવાનું સામે આવે છે અને તેને વ્યાપક નુકસાન થયું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, લોકો બેરૂત બંદર નજીક જમીન પર સુતેલા હતા. સ્થાનિક ટીવી સ્ટેશનએ તેના સમાચારોમાં જણાવ્યું છે કે વિસ્ફોટ બેરૂતનાં જે વિસ્તારમાં ફટાકડા રાખવામાં આવ્યા હતા ત્યાં થયો હતો.
Footage of the massive explosion at #Beirut port a short while ago. It’s truly frightening! OMG pray for them! 🙏pic.twitter.com/lSRW8ZiLV3
— Figen.. (@TheFigen) August 4, 2020
