Not Set/ સુશાંતસિંહની પૂર્વ બિઝનેસ મેનેજર સાથે ED કરશે પૂછપરછ

સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પહેલાં, તેમના ખાતામાંથી લેવડ-દેવડની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા વધુ તીવ્ર કરવામાં આવી છે. ઇડીએ સુશાંતના પૂર્વ બિઝનેસ મેનેજર શ્રુતિ મોદીની આજે પૂછપરછ માટે બોલવામાં આવી છે. તપાસ એજન્સીએ 8 ઓગસ્ટે સુશાંત સાથે રહેતા તેના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીને પણ બોલાવ્યો છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને પણ શુક્રવારે હાજર રહેવા કહેવામાં આવ્યું […]

Uncategorized

સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પહેલાં, તેમના ખાતામાંથી લેવડ-દેવડની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા વધુ તીવ્ર કરવામાં આવી છે. ઇડીએ સુશાંતના પૂર્વ બિઝનેસ મેનેજર શ્રુતિ મોદીની આજે પૂછપરછ માટે બોલવામાં આવી છે. તપાસ એજન્સીએ 8 ઓગસ્ટે સુશાંત સાથે રહેતા તેના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીને પણ બોલાવ્યો છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને પણ શુક્રવારે હાજર રહેવા કહેવામાં આવ્યું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા સુધી પૂછપરછ ન કરવાની અરજ કરી છે.

રાજપૂતના પિતા કે.કે.સિંહે રિયા ચક્રવર્તી અને તેના કેટલાક સંબંધીઓ વિરુદ્ધ પટના પોલીસમાં 25 જુલાઈએ ફરિયાદ નોંધાવી હતી, આક્ષેપ કર્યો છે કે છેતરપિંડી કરી અભિનેતાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો.

પિતાએ સુશાંતના બેંક ખાતાઓમાં આર્થિક ગેરરીતિ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. રાજપૂતનો મૃતદેહ 14 જુલાઇના રોજ ઉપનગરીય બાંદ્રા સ્થિત તેમના નિવાસ સ્થાને પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. આ ફરિયાદના આધારે પટના પોલીસે ચક્રવર્તી અને અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી.

ઇડીએ 31 જુલાઈએ ચક્રવર્તી અને તેના પરિવાર સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો અને શુક્રવારે અભિનેત્રીને એજન્સીની મુંબઇ ઓફિસમાં હાજર રહેવા નિર્દેશ આપ્યો હતો. દરમિયાન, તેમણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને સુપ્રીમ કોર્ટમાં તેમની અરજીની સુનાવણી સુધી મની લોન્ડરિંગ કેસમાં પોતાનું નિવેદન રેકોર્ડ ન કરવા વિનંતી કરી છે. જો કે, ઇડીએ તેમની વિનંતી પર હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

ચક્રવર્તીના વકીલ સતીષ માનશિંદેએ કહ્યું કે અભિનેત્રી કોર્ટમાં તેની અરજીની સુનાવણી સુધી ઇડી સમક્ષ હાજર નહીં થાય. શુક્રવારે ઇડીએ રિયા ચક્રવર્તીને સમન્સ પાઠવ્યું હતું. બિહાર પોલીસે નોંધાયેલા કેસને મુંબઈ પોલીસમાં ટ્રાન્સફર કરવા વિનંતી કરવા ચક્રવર્તીએ કોર્ટમાં અરજી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.