Not Set/ શ્વાસ લેવામાં તકલીફ પડતા બોલિવૂડ અભિનેતા સંજય દત્ત હોસ્પિટલમાં દાખલ

વર્ષ 2020 બોલિવૂડ માટે ભયાનક રીતે ખરાબ સાબિત થઇ રહ્યું છે. આ વર્ષે ઘણા દિગ્ગજ કલાકારોનું અવસાન થયુ છે, તો ઘણા ગંભીર રીતે બીમાર પણ પડ્યા છે. શનિવારે બોલિવૂડ અભિનેતા સંજય દત્ત પણ ખૂબ માંદા પડ્યા હતા, ત્યારબાદ તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. ઉપરાંત, ચાહકો […]

Uncategorized

વર્ષ 2020 બોલિવૂડ માટે ભયાનક રીતે ખરાબ સાબિત થઇ રહ્યું છે. આ વર્ષે ઘણા દિગ્ગજ કલાકારોનું અવસાન થયુ છે, તો ઘણા ગંભીર રીતે બીમાર પણ પડ્યા છે. શનિવારે બોલિવૂડ અભિનેતા સંજય દત્ત પણ ખૂબ માંદા પડ્યા હતા, ત્યારબાદ તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. ઉપરાંત, ચાહકો તેમને ઝડપથી ઠીક થવાની કામના કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ સંજય દત્તને શનિવારે સાંજે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. તેમને તાત્કાલિક મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોરોનાનાં લક્ષણોમાં શ્વાસની તકલીફ પણ સામેલ છે, તેથી તેમનો પ્રથમ કોવિડ-19 નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટિવ હોવાનું નોંધાયું છે. ડોક્ટર્સનાં જણાવ્યા મુજબ, અન્ય કોઇ કારણોસર શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે, હાલ તો તેમની હાલત બરાબર જણાવી રહી છે. હાલ તે ડોક્ટર્સની દેખરેખ હેઠળ છે.

હોસ્પિટલમાં દાખલ થયા પછી સંજય દત્તે ટ્વિટ કરીને લખ્યું કે, હું દરેકને કહેવા માંગુ છું કે હાલ હું ડોક્ટર્સની દેખરેખ હેઠળ છું. મારો કોરોના વાયરસ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. લીલાવતી હોસ્પિટલનાં ડોક્ટર્સ અને આરોગ્ય કર્મચારીઓની મદદથી, હું જલ્દી સ્વસ્થ થઈશ અને એક-બે દિવસમાં મારા ઘરે આવીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.