Not Set/ રોહિત-ઈશાંત ‘રાષ્ટ્રીય રમત પુરસ્કાર’ સમારોહમાં નહી લઇ શકે ભાગ, ત્રણ વિજેતાઓ કોરોના પોઝિટિવ

  આ વખતે ખેલ રત્ન વિજેતા ટીમ ઈન્ડિયાનાં ઓપનર રોહિત શર્મા અને અર્જુન એવોર્ડ વિજેતા ઝડપી બોલર ઇશાંત શર્મા હાલમાં યુએઈ આઇપીએલ રમવા માટે જઈ રહ્યા છે. આ કારણથી બંને ખેલાડીઓ 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમત પુરસ્કાર સમારોહમાં ભાગ લઈ શકશે નહીં. આ ઉપરાંત બેડમિંટન ખેલાડી સાત્વિક સાઇરાજ રાંકિરેડ્ડી સહિત આ વર્ષે રાષ્ટ્રીય રમત ગમત એવોર્ડ […]

Uncategorized
 

આ વખતે ખેલ રત્ન વિજેતા ટીમ ઈન્ડિયાનાં ઓપનર રોહિત શર્મા અને અર્જુન એવોર્ડ વિજેતા ઝડપી બોલર ઇશાંત શર્મા હાલમાં યુએઈ આઇપીએલ રમવા માટે જઈ રહ્યા છે. આ કારણથી બંને ખેલાડીઓ 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમત પુરસ્કાર સમારોહમાં ભાગ લઈ શકશે નહીં.

આ ઉપરાંત બેડમિંટન ખેલાડી સાત્વિક સાઇરાજ રાંકિરેડ્ડી સહિત આ વર્ષે રાષ્ટ્રીય રમત ગમત એવોર્ડ મેળવનારા ત્રણ ખેલાડીઓ કોરોના વાયરસની તપાસમાં પોઝિટિવ મળી આવ્યા બાદ 29 ઓગસ્ટે ઓનલાઇન સમારોહમાં ભાગ લઈ શકશે નહીં. એવોર્ડ્સના ઇતિહાસમાં પ્રથમ વખત, કોરોના વાયરસનાં રોગચાળાને કારણે આ સમારોહ ઓનલાઇન રાખવામાં આવશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) એ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં 74 વિજેતાઓમાંથી 65 વિજેતાઓ ભાગ લેશે. સાંઈનાં નિવેદન અનુસાર, “આ વર્ષે સાત કેટેગરીમાં 74 એવોર્ડ આપવામાં આવશે.”

આમાંથી 65 વિજેતાઓ સમારોહમાં હાજરી આપશે, જ્યારે નવ પુરસ્કારો વિવિધ કારણોસર તેનો ભાગ બની શકશે નહીં. તેમાંથી કેટલાક આઈસોલેશન પર છે, કેટલાક કોરોના પોઝિટિવ છે અને કેટલાક દેશની બહાર છે. તેમાં જણાવાયું છે કે, કોરોના પોઝિટિવ હોવાને કારણે ત્રણ પુરસ્કાર વિજેતા ભાગ લઈ શકશે નહીં. તમામ કેન્દ્રોને સેનિટાઇઝ કરવામાં આવેલ છે અને સામાજિક અંતર સુનિશ્ચિત થાય તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.