Not Set/ હાઇપરસોનિક ટેકનોલોજીની દિશામાં ભારતને મળી મોટી સફળતા

  ભારતે સ્વદેશી હથિયાર વિકસીત કરવાની દિશામાં વધુ એક પગલુ ભર્યુ છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સોમવારે માહિતી આપી હતી કે, સંરક્ષણ સંશોધન અને વિકાસ (ડીઆરડીઓ) એ દેશમાં ઉત્પાદિત હાઇપરસોનિક ટેકનોલોજી ડેમનસ્ટ્રેટર વાહન (એચએસટીડીવી) નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ પ્રધાને કહ્યું છે કે, આ સફળતા સાથે હવે પ્રત્યેક સંવેદનશીલ ટેકનોલોજી હવે પછીનાં તબક્કા માટે તૈયાર […]

India
 

ભારતે સ્વદેશી હથિયાર વિકસીત કરવાની દિશામાં વધુ એક પગલુ ભર્યુ છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સોમવારે માહિતી આપી હતી કે, સંરક્ષણ સંશોધન અને વિકાસ (ડીઆરડીઓ) એ દેશમાં ઉત્પાદિત હાઇપરસોનિક ટેકનોલોજી ડેમનસ્ટ્રેટર વાહન (એચએસટીડીવી) નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ પ્રધાને કહ્યું છે કે, આ સફળતા સાથે હવે પ્રત્યેક સંવેદનશીલ ટેકનોલોજી હવે પછીનાં તબક્કા માટે તૈયાર થઈ ગઈ છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે, આ નવા સમાચાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં આત્મનિર્ભર ભારતની દ્રષ્ટિની દિશામાં એક મોટી ઉપલબ્ધિ છે. સંરક્ષણ પ્રધાને આ પ્રસંગે ડીઆરડીઓને અભિનંદન પાઠવ્યા હતા. રાજનાથસિંહે પોતાના ટ્વિટર હેન્ડલ પર માહિતી આપી હતી કે તેમણે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ વૈજ્ઞાનિકો સાથે વાત કરી છે. સંરક્ષણ પ્રધાને તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા કહ્યું કે, દેશને તેમના પર ગર્વ છે.

એચએસટીડીવી એ હાઇપરસોનિક સ્પીડ ફ્લાઇટ્સ માટે માનવરહિત સ્ક્રેમજેટ ડેમોનસ્ટ્રેશન એરક્રાફ્ટ છે. તે કલાકનાં 7,350 કિલો પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી શકે છે અને ફક્ત 20 સેકંડમાં 32.5 કિલોમીટરનું અંતર કાપી શકે છે. આ વિમાનનો ઉપયોગ ફક્ત લાંબા અંતરની મિસાઇલો માટે જ થશે નહીં, પરંતુ તેનો ઉપયોગ અસેન્ય હેતુ માટે પણ થઈ શકે છે. આ વાહનનો ઉપયોગ ખૂબ જ ઓછા ભાવે સેટેલાઇટ લોંચિંગ માટે પણ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.