Not Set/ બેયર ગ્રિલ્સ સાથે અક્ષય કુમારે ખોલ્યા રાજ, કહ્યુ- રોજ કરુ છુ ગોમૂત્રનું સેવન, કારણ કે…

અક્ષય કુમાર આ દિવસોમાં, ‘ઇનટુ ધ વાઇલ્ડ વિથ બેયર ગ્રિલ્સ’ શો ને લઇને ચર્ચામાં છે. ભૂતકાળમાં, આ શો નાં ઘણા પ્રોમો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. અક્ષય કુમારે હાલમાં ‘ઇન ટુ ધ વાઇલ્ડ’ નાં તેના ખાસ એપિસોડ માટે એડવેન્ચરર અને ટીવી હોસ્ટ બેયર ગ્રિલ્સ સાથે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં ભાગ લીધો છે. […]

Uncategorized

અક્ષય કુમાર આ દિવસોમાં, ‘ઇનટુ ધ વાઇલ્ડ વિથ બેયર ગ્રિલ્સ’ શો ને લઇને ચર્ચામાં છે. ભૂતકાળમાં, આ શો નાં ઘણા પ્રોમો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. અક્ષય કુમારે હાલમાં ‘ઇન ટુ ધ વાઇલ્ડ’ નાં તેના ખાસ એપિસોડ માટે એડવેન્ચરર અને ટીવી હોસ્ટ બેયર ગ્રિલ્સ સાથે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં ભાગ લીધો છે. આ સેશનમાં, તેમણે ખુલાસો કર્યો કે તે દરરોજ ગોમૂત્રનું સેવન કરે છે અને તે આ આયુર્વેદિક કારણોસર કરે છે.

આ દરમિયાન હુમા કુરેશીએ અક્ષય કુમારને પૂછ્યું કે, બેયર ગ્રિલ્સએ તેમને હાથીનાં છાણમાંથી બનાવેલી ચા પીવા કેવી રીતે મનાવ્યા હતા. આ અંગે અક્ષય કુમારે કહ્યું, “હું ચિંતિત નહોતો. હું ખૂબ ઉત્સાહિત હતો. આયુર્વેદિક કારણોને લીધે હું દરરોજ ગોમૂત્રનું સેવન કરુ છે, તેથી મારા માટે આ કરવુ મુશ્કેલ નહોતું.” અક્ષયની આ બાબતે બેયર ગ્રિલ્સે કહ્યું કે, તમે જ છો જે ગાયનું પેશાબ પીવાને સરળ કહી રહ્યા છો. બેયરે એમ પણ કહ્યું, “જ્યારે લોકો પ્રખ્યાત થાય છે, ત્યારે તેઓ તેમના કમ્ફર્ટ ઝોનની બહાર કામ કરવાનું બંધ કરે છે, કારણ કે તેઓ નબળા દેખાવાથી ડરતા હોય છે પરંતુ અક્ષય કુમાર કંઈપણ કરવા માટે તૈયાર હતા.”

null

‘ઇન ટુ ધ વાઇલ્ડ વિથ બેયર ગ્રિલ્સ’નો તાજેતરનો પ્રોમો વીડિયો વાયરલ થયો હતો, જેમાં અક્ષય કુમાર ધમાકેદાર એન્ટ્રી કરતા જોવા મળ્યો હતો. આ પછી, તે બેયર ગ્રિલ્સની સાથે દીપડા અને હાથીનો સામનો કરતા જોવા મળ્યો હતો. ક્યાંક અભિનેતા ઝાડ પર ચઢતા જોવા મળે છે, તો ક્યાંક તે બેયર ગ્રિલ્સ સાથે હાથીનાં મળની બનેલી ચા સાથે બેઠો પણ જોવા મળ્યો હતો. આપને જણાવી દઇએ કે, અક્ષય કર્ણાટકનાં બાંદીપુર ટાઇગર રિઝર્વમાં ગ્રિલ્સ સાથે સાહસિક સફર પર ગયો હતો, જ્યાં ‘ઇન ટુ ધ વાઇલ્ડ વિથ બેયર ગ્રિલ્સ’નો એક એપિસોડ શૂટ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.