રિયા ચક્રવર્તી ડ્રગ્સના કેસમાં મુંબઇની ભાયખલા જેલમાં છે. રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક સહિત 6 આરોપીઓના જામીનને મુંબઇની સેશન્સ કોર્ટે નામંજૂર કર્યા હતા. સોમવારે રિયા સહિતના તમામ આરોપીઓના વકીલો હાઇકોર્ટમાં જામીન અરજી કરી શકે છે. તમામ 6 આરોપીઓમાં રિયા, શૌવિક, દિપેશ સાવંત, સેમ્યુઅલ મીરાંડા, ઝૈદ, બાસીત પરિહારનો સમાવેશ થાય છે.
રિયાનાં જામીન માટે આજે હાઇકોર્ટમાં જઈ શકે છે તેના વકીલ
સેશન્સ કોર્ટે રિયા અને બાકીઓના જામીન પર શુક્રવારે 11 સપ્ટેમ્બરના રોજ ચુકાદો આપ્યો હતો. આ પછી, દરેકના વકીલે કહ્યું હતું કે હવે તેઓ હાઇકોર્ટનો દરવાજો ખખડાવશે. પરંતુ શનિવાર અને રવિવાર હોવાને કારણે કોર્ટ બંધ રહી હતી. હવે સોમવારે રિયા સહિત બાકીઓના વકીલો જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી શકે છે.
જો રિયા ચક્રવર્તીને હાઇકોર્ટમાંથી પણ જામીન નહીં મળે, તો અભિનેત્રીને 22 સપ્ટેમ્બર સુધીમાં ભાયખલા જેલમાં રહેવું પડશે. રિયાની જામીન અપીલ બે વાર નામંજૂર થઈ છે. જેલમાં રિયાના દિવસો ખૂબ મુશ્કેલ છે. રિયાને સુરક્ષા માટે અલગ જેલમાં રાખવામાં આવી છે. ઇંદ્રાણી મુખર્જી પણ આ જેલમાં કેદ છે.
ડ્રગ્સ કેસમાં રિયાની એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રિયા અને તેના ભાઈ શૌવિકની ડ્રગ ચેટ્સ સામે આવી છે. બંને ડ્રગ પેડલર્સ સાથેના જોડાણો પણ જોવા મળ્યા હતા. શૌવિક અને રિયા બંનેએ તેમના નિવેદનમાં એનસીબીને કહ્યું હતું કે તેઓ સુશાંત માટે આ ડ્રગ્સ ખરીદતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
