કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોરોના વાયરસ દરમિયાન ભાજપ સરકારે એક પછી એક ખયાલી પુલાવ બનાવ્યા હતા. તેમણે ‘21 દિવસમાં કોરોનાને હરાવવા‘, આરોગ્ય સેતુ એપ, 20 લાખ કરોડનાં પેકેજનો ઉલ્લેખ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું છે કે, “ભાજપ સરકારએ કોરોનાકાળમાં એકથી એક પછી એક ખયાલી પુલાવ બનાવ્યા: 21 દિવસમાં કોરોનાને હરાવીશું, આરોગ્ય સેતુ એપ્લિકેશન સુરક્ષિત કરશે, 20 લાખ કરોડનું પેકેજ, આત્મનિર્ભર બનો, કોઈ સરહદમાં પ્રવેશ્યું નથી, સ્થિતિ સ્થિર બની છે. પરંતુ ત્યાં એક સત્ય પણ હતું: આપદામાં ‘અવસર‘ #PMCares’.
આ અગાઉ મંગળવારે રાહુલ ગાંધીએ લોકડાઉન દરમિયાન મજૂરોની મોતથી જોડાયેલો આંક સરકારની પાસે નહી હોવાને લઇને કટાક્ષ કરતા કહ્યું હતું કે, મજૂરોની મોતને બધાએ જોયા, પરંતુ સરકારને માહિતી જ ન હોતી. તેમણે ટ્વીટ કર્યું, “મોદી સરકારને ખબર નથી કે લોકડાઉનમાં કેટલા પરપ્રાંતિય કામદારો મોતને ભેટી ગયા અને કેટલી નોકરીઓ ગઈ.” તેમણે કટાક્ષ કરતા કહ્યું, “તમે ગણ્યા નથી, તો શું મોત નથી થઇ?” હા, પરંતુ દુઃખ છે કે સરકાર પર અસર ન થઇ, તેમની મોત જોઇ દુનિયાએ, એક મોદી સરકાર છે, જેને જાણ નથી થઈ.”
कोरोना काल में भाजपा सरकार ने एक से एक ख़याली पुलाव पकाए:
▪️21 दिन में कोरोना को हरायेंगे
▪️आरोग्य सेतु ऐप सुरक्षा करेगा
▪️20 लाख करोड़ का पैकेज
▪️आत्मनिर्भर बनो
▪️सीमा में कोई नहीं घुसा
▪️स्थिति संभली हुई हैलेकिन एक सच भी था:
आपदा में ‘अवसर’ #PMCares— Rahul Gandhi (@RahulGandhi) September 16, 2020
નોંધપાત્ર વાત એ છે કે લોકસભામાં એક સવાલનાં લેખિત જવાબમાં શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારે કહ્યું છે કે લોકડાઉન દરમિયાન માર્યા ગયેલા મજૂરો અંગેનો ડેટા સરકાર પાસે ઉપલબ્ધ નથી. સંગીતા કુમારીસિંહ દેવ, ભોલાસિંહ, કલાનિધિ વીરસ્વામી અને અન્ય કેટલાક સભ્યોએ પ્રશ્ન કર્યો હતો કે શું લોકડાઉન દરમિયાન હજારો મજૂરો મરી ગયા છે અને જો એમ છે તો તેની વિગતો આપો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
