કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધને ગુરુવારે રાજ્યસભામાં કહ્યું હતું કે, ભારતમાં નવી રસી માટેની ટ્રાયલનો તબક્કો 1, 2 અને 3 પર પહોંચી ગયો છે. તેમણે કહ્યું, “એક નિષ્ણાત જૂથ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ આનો અભ્યાસ કરી રહ્યું છે અને હું આશા રાખું છું કે આવતા વર્ષની શરૂઆતમાં ભારતમાં રસી ઉપલબ્ધ થવી જોઇએ.
અમે WHO સાથે સંકલન પણ કરી રહ્યા છીએ.” “કોરોના ચેપને રોકવા માટે સરકારે લીધેલા પગલા વિશે માહિતી આપતા તેમણે કહ્યું કે, શરૂઆતમાં એક જ ટેસ્ટિંગ પ્રયોગશાળા સુવિધા હતી પરંતુ હવે તે વધારીને 1700 સુધી પહોંચી ગઇ છે. આરોગ્યમંત્રીએ કહ્યું કે, દેશમાં આજે 110 કંપનીઓ પીપીઆઇ કિટ્સ બનાવે છે. દેશમાં વેન્ટિલેટર ઉત્પાદકોની સંખ્યા પણ વધીને 25 થઈ ગઈ છે. એન 95 માસ્કનાં 10 મોટા ઉત્પાદકો પણ છે. પહેલા, આપણે વેન્ટિલેટર માટેની આયાત પર નિર્ભર રહેવું પડતુ હતુ. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારે ક્યારેય રાજ્યો સાથે ભેદભાવ રાખ્યો નથી.
જો કે, તેમણે સ્વીકાર્યું કે લોકડાઉનને કારણે કેટલાક સમય માટે સ્થળાંતર કામદારોને થોડી અસુવિધા થઇ હતી, પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લગભગ 64 લાખ સ્થળાંતર કામદારોને તેમના ગૃહ રાજ્યમાં ટ્રેનો દ્વારા પહોંચાડ્યા હતા. ડો.હર્ષવર્ધને કહ્યું કે, ભારતમાં કોરોનાનો મૃત્યુ દર સમગ્ર વિશ્વમાં સૌથી નીચો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
