Not Set/ કૃષિ બિલ દ્વારા ખેડૂતોની સાથે છેતરપિંડી કરવામાં આવી : અખિલેશ યાદવ

  દેશમાં કૃષિ સંબંધિત ત્રણ બીલને લઈને હોબાળો મચ્યો છે. ખેડૂતની સાથે વિરોધી પક્ષો પણ તેનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ત્રણેય બિલને ખેડૂત વિરુદ્ધ એક મોટી કાવતરું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, બિલ દ્વારા ખેડૂતોની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું […]

Uncategorized
 

દેશમાં કૃષિ સંબંધિત ત્રણ બીલને લઈને હોબાળો મચ્યો છે. ખેડૂતની સાથે વિરોધી પક્ષો પણ તેનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ત્રણેય બિલને ખેડૂત વિરુદ્ધ એક મોટી કાવતરું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, બિલ દ્વારા ખેડૂતોની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે.

ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે, ‘આ બિલ ખેડૂત વિરોધી છે અને આ ખેડૂતોની સાથે એક મોટું ષડયંત્ર છે. આજે આપણી અર્થવ્યવસ્થાને કોઈએ બચાવી હતી તો તે ખેડૂત અને ખેતી જ છે. હવે મોટા ઉદ્યોગકારો કૃષિ પર નજર રાખી રહ્યા છે, જેથી આપણો ખેડૂત મજૂર બનીને રહી શકે. આ બિલ લાવીને ખેડૂતોની છેતરપિંડી કરવામાં આવી રહી છે.

તાજેતરમાં, કેન્દ્ર સરકારે પ્રથમ ક્વાર્ટરનાં જીડીપીનાં આંકડા જાહેર કર્યા હતા. આ જ સમયગાળામાં, જીડીપી ગ્રોથ રેટમાં -23.9 ટકાનો ઘટાડો થયો હતો. તમામ ક્ષેત્રોમાં નકારાત્મક વૃદ્ધિ જોવા મળી હતી. તે એકમાત્ર કૃષિ ક્ષેત્ર હતું જેણે 3 ટકાથી વધુનો સકારાત્મક વિકાસ નોંધાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.