જમ્મુ-કાશ્મીરનાં રાજૌરી જિલ્લામાંથી સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ત્રણ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આતંકીઓ પાસેથી હથીયાર અને દારૂગોળો મળી આવ્યો છે. જે તેઓએ ડ્રોન દ્વારા પ્રાપ્ત કર્યું હતું.અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી.
આ ત્રણેય લોકો દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના છે અને તેમની ઓળખ રાહિલ બશીર, આમિર જાન અને હાફિઝ યુનિસ વાની તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે આતંકીઓ પાકિસ્તાનથી ડ્રોન દ્વારા મોકલેલા હથીયાર લેવા રાજૌરી ગયા હતા.
જમ્મુના આઈજી પોલીસ મુકેશ સિંહે કહ્યું કે ત્રણેય આતંકી સંગઠનો લશ્કર-એ-તૈયબાના છે. ઝડપાયેલા હથીયારોમાં બે એકે -56 રાઇફલ્સ, 180 રાઉન્ડ સાથેની 6 એકે-મેગેઝિન, બે ચાઇનીઝ પિસ્તોલ, 30 રાઉન્ડ સાથે ત્રણ પિસ્તોલ મેગેઝિન, ચાર ગ્રેનેડ અને 1 લાખ રૂપિયાની રોકડ શામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
