કોરોનાના કહેર વચ્ચે આગામી સોમવારથી ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસનું ચોમાસુ સત્ર શરૂ થવા જય રહ્યું છે. ગુજરાત વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં પાંચ દિવસની છ બેઠકોના કામકાજને બહાલી આપવામાં આવી છે.
વિધાનસભામાં ૨૦ જેટલા વિધેયકો રજૂ કરવામાં આવશે. વિપક્ષ દ્વારા પ્રશ્ર્નોતરી રદ કરવાના થયેલા આક્ષેપના જવાબમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર કોઈ પ્રશ્નોથી ભાગતી નથી. પરંતુ કોરોનાની સ્થિતિને કારણે અધિકારીઓ કોરોનાની કામગીરીમાં જોડાયેલા છે. ત્યારે વિધાનસભામાં ટૂંકી મુદતના અગત્યની બાબતો પર ચર્ચા હાથ ધરવામાં આવશે. રાજ્યનું સમગ્ર તંત્ર કોરોના સક્રમણને અટકાવવાની કામગીરીમાં લાગેલૂ છે. લોકસભામાં પણ પ્રશ્ર્નોતરીને સ્થાન આપવામાં આવ્યું નથી. રાજ્ય સરકાર પ્રથમ દિવસની બીજી બેઠકમાં સરકારી સંકલ્પ પર અઢી કલાકની ચર્ચા આપવામાં આવી છે.
૨૦ જેટલા અગત્યના બિલો વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે લેન્ડગ્રેબિંગ, પાસા, સાયબર ક્રાઈમ, રજિસ્ટ્રેશન એકટ જેવા મહત્વના બિલો રજૂ કરવામાં આવશે.વિધાનસભા ગૃહમાં ખાસ કોરોનાને લઈને અઢી કલાકની ચર્ચા આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
