IPL 2020 માં સુપર રવિવારનાં દિવસે, કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ ટાઇ રહી હતી ત્યારે દર્શકોને આકર્ષક મેચ જોવા મળી હતી. મેચમાં દિલ્હીએ માર્કસ સ્ટોઇનિસની માત્ર 21 બોલમાં સાત ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી 53 રનની વિસ્ફોટક અર્ધસદીની મદદથી 20 ઓવરમાં આઠ વિકેટે 157 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો.
જ્યારે પંજાબે પણ 20 ઓવરમાં આઠ વિકેટ પર 157 રન બનાવ્યા હતા અને મેચ ટાઈ થઇ હતી. મેચ હવે સુપર ઓવરમાં એક નિર્ણય માટે ગઈ જેમાં દિલ્હી સરળતાથી જીતી ગયું હતુ. મેચ બાદ પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે અમ્પાયરનાં એક નિર્ણય પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો, જેમા રન પુરો થયા બાદ તેને શોર્ટ કરાર કરવામાં આવ્યો હતો.
સેહવાગ મેચ અમ્પાયર નીતિન મેનનનાં નિર્ણય પર ગુસ્સો વ્યક્ત કરતા ટ્વીટ કરીને કહ્યું કે, ‘નિકોલસ પૂરણનો બે વાર ચુરણ કાઠી દીધુ, પરંતુ હું મેન ઓફ ધ મેચની પસંદગી સાથે સહમત નથી. શોર્ટ રન આપનાર અમ્પાયર મેન ઓફ ધ મેચ હોવા જોઈએ. તે શોર્ટ રન ન હતો અને તેણે જ મેચમાં અંતર ઉભો કર્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
