ગુજરાત વિધાનસભા સત્રનો આજે ત્રીજો દિવસ છે. આજે ગૃહમાં ગુજરાત ગુંડા અને અસામાજિક પ્રવૃતિઓ અટકાવવાનું વિધેયક બહુમતીથી પાસ થયું છે. રાજ્યમાં બેફામ બનેલા ગુંડાઓ, સાઇબર ક્રાઇમ, બળાત્કાળ જેવા ગંભીર ગુન્હોઓ તેમજ અસામાજિક પ્રવૃતિઓ ડામવા આ વિધેયક વિધાનસભામાં પાસ કરવામાં આવ્યું છે. વિધેયક પાસ થયા બાદ કાયદો વઘારે મજબૂત થશે. તેમજ પાસા હેઠળ આરોપીની ધરપકડ કરવામાં આવશે.
આ અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ કડકમાં કડક કાયદો બનાવ્યો, જે વિધાનસભામાં મંજૂરી મળી છે. વધુમાં ગૃહરાજ્યમંત્રીએ કોંગ્રેસ આડે હાથ લઇ જણાવ્યું હતું કે, કોંગ્રેસ રાજમાં ગુંડાઓ બેફામ હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ ગુંડાઓને આશ્રય આપતા હતા. એટલા માટે કોંગ્રેસ ગુંડાઓ માટે કોઇ કડક કાયદા બનાવ્યા નથી. જ્યારે ભાજપા આવા બેફામ ગુંડાઓને છોડવા માંગતી નથી. એટલે કડકમાં કડક કાયદા બનાવ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ કાયદાના દુરૂપયોગ ન થાય તેવી પણ જોગવાઇ કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ગુંડાઓ ગુજરાત છોડો. ગુજરાતની શાંતિ સલામતીમાં જો અવરોધ લાવશે તો શાખી લેવામાં નહીં આવે.
આ સાથે કોંગ્રેસને પણ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસને નક્કી કરવું પડશે કે ગુજરાતની શાંતિ સલામતીના પક્ષે રહેવું છે કે ગુજરાતના ગુંડાઓના પક્ષે રહેવું છે. કોંગ્રેસ રાજ્યના હિત માટે આ વિધયેકને ટેકો આપો.
સાયબર ક્રાઈમ
સાયબર ક્રાઈમ કરનારાઓ દ્વારા સામાન્ય વ્યક્તિના બૅન્ક એકાઉન્ટમાંથી પૈસા ઉસેડી લેવાની ચાલતી પ્રવૃત્તિ અમે ચલાવવા માગતા નથી. તેમ જ નાની અને માસૂમ છોકરીઓ પર બળાત્કાર કરનારાઓને સહન કરી લેવા માગતા નથી. જાતિય ગુના સંદર્ભે પોક્સો સહિતના કાયદા હેઠળ ગુનો કરવા વાળા સામે પાસાની કાર્યવાહી થઈ શકશે. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ જાડેજાએ આજ ગુજરાત વિધાન સભામાં ખરડાનો વિરોધ કરનારાઓને જવાબ આપતા જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
