ભારત સહિત 180 થી વધુ દેશોમાં કોરોનાવાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 3.28 કરોડથી વધુ લોકો આ ચેપનો શિકાર બન્યા છે. આ વાયરસથી 9.94 લાખથી વધુ ચેપગ્રસ્ત લોકોનાં જીવ ગયા છે. ભારતમાં પણ COVID-19 નાં કેસો દરરોજ વધી રહ્યા છે. રવિવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કોરોના ચેપની સંખ્યા વધીને 59,92,532 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 88,600 નવા કેસ નોંધાયા છે.
છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાથી ઠીક થનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 92,043 દર્દીઓ ઠીક થયા છે. આ સમય દરમિયાન દેશમાં 1124 કોરોના ચેપગ્રસ્ત લોકોનાં મોત થયાં છે. અત્યાર સુધીમાં કુલ 49,41,627 દર્દીઓ ઠીક થયા છે. 94,503 લોકોનાં મોત નીપજ્યાં છે. 9,56,402 સક્રિય કેસ છે. રિકવરી દર વિશે વાત કરીઓ તો, તે થોડો વધારો થયા પછી 82.46 ટકા પર પહોંચી ગયો છે. પોઝિટિવિટી રેટ 8.96 ટકા છે. 26 સપ્ટેમ્બરનાં રોજ, 9,87,861 કોરોના સેમ્પલોનું ટેસ્ટિંગ કરાયુ હતુ. અત્યાર સુધીમાં કુલ 7,12,57,836 સેમ્પલોનું ટેસ્ટ કરવામાં આવ્યુ છે.
Spike of 88,600 new #COVID19 cases & 1,124 deaths reported in India, in the last 24 hours.
COVID case tally stands at 59,92,533 including 9,56,402 active cases, 49,41,628 cured/discharged/migrated & 94,503 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/VgZaTigtka
— ANI (@ANI) September 27, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
