Not Set/ #CoronaUpdateIndia/ કોરોના થયો બેકાબુ, દેશમાં કોરોના કેસની કુલ સંખ્યા 60 લાખને પાર

  કોરોનાવાયરસનો દેશમાં કહેર યથાવત છે. ભારતમાં COVID-19 દર્દીઓએ 60 લાખનો આંકડો પાર કરી લીધો છે. કોરોના ચેપનાં 60 લાખ કેસો નોંધાવનાર ભારત વિશ્વનો બીજો દેશ બન્યો છે. અમેરિકા પ્રથમ દેશ છે. આરોગ્ય મંત્રાલયે સોમવારે જારી કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 82,170 કેસ નોંધાયા છે. આની સાથે, ચેપગ્રસ્ત કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 60,74,702 પર […]

Uncategorized

 

કોરોનાવાયરસનો દેશમાં કહેર યથાવત છે. ભારતમાં COVID-19 દર્દીઓએ 60 લાખનો આંકડો પાર કરી લીધો છે. કોરોના ચેપનાં 60 લાખ કેસો નોંધાવનાર ભારત વિશ્વનો બીજો દેશ બન્યો છે. અમેરિકા પ્રથમ દેશ છે.

આરોગ્ય મંત્રાલયે સોમવારે જારી કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 82,170 કેસ નોંધાયા છે. આની સાથે, ચેપગ્રસ્ત કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 60,74,702 પર પહોંચી ગઈ છે. વળી છેલ્લા 24 કલાકમાં વાયરસને કારણે 1,039 લોકો મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં કુલ 95542 લોકોએ જીવ ગુમાવ્યો છે. જો કે, રાહતની વાત છે કે દેશમાં 50 લાખથી વધુ લોકો કોરોનાવાયરસને હરાવી શક્યા છે. આંકડા અનુસાર, અત્યાર સુધીમાં કુલ 50,16,520 લોકોને રજા આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં, 74,893 દર્દીઓ ઠીક થયા છે. દેશમાં કોરોનાનાં સક્રિય કેસની સંખ્યા 9,62,640 છે.

 

દેશમાં કોરોના રિકવરી દર 82.58 ટકા પર છે. વળી, એક્ટિવ દર્દી 15.84 ટકા અને ડેથ રેટ 1.57 ટકા છે. કુલ ટેસ્ટમાં ચેપગ્રસ્ત દર્દીઓનો પોઝિટિવ રેટ 11.58 ટકા છે. માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 7,09,394 ટેસ્ટ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,19,67,230 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.