રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે જો સુરતની વાત કરવામાં આવે તો અહી પણ કોરોનાએ તાંડવ મચાવ્યુ છે. સુરતમાં કોરોનાનાં 28,258 કેસ થઇ ચુક્યા છે. ત્યારે અહી બહાર આવતા લોકોમાં કોરોનાનું સંક્રમણ વધારે જોવા મળી રહ્યુ છે. બસ અને રેલ્વે મારફતે આવતા મુસાફરોમાં કોરોનાનું સંક્રમણ વધારે જોવા મળી રહ્યુ છે.
આપને જણાવી દઇએ કે, સુરત જિલ્લા બહારથી આવતા 46,450 લોકોનાં ટેસ્ટ કરાયા છે. અત્યાર સુધીમાં 79 મુસાફરો કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે. સુરત બહારથી આવતા 3 ટકા મુસાફરોમાં કોરોના હોવાનુ સામે આવતા શહેરીજનોમાં ફફડાટ ઉભો થઇ ગયો છે. કોરોનાનો ગ્રાફ નીચે લાવવા માટે બસ ડેપો અને રેલ્વે સ્ટેશન પર કોરોના ટેસ્ટ સઘન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં કોરોના સંક્રમણ વધ્યું છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતા તંત્ર પણ ચિંતાગ્રસ્ત બન્યુ છે. નોન કન્ટેનમેન્ટ ઝોનમાં કેસ વધતા પાલિકા સર્વે કરાવશે તે પણ સામે આવ્યુ છે. આંગણવાડી અને શિક્ષણ સમિતિનાં સ્ટાફ પાસે સર્વે કરાવામાં આવશે. આ નોન કન્ટેનમેન્ટ ઝોનમાં કોરોના વકારવાનાં કારણો જાણવા પ્રયાસ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
