Not Set/ વાલી અને વિદ્યાર્થીઓનો અવાજ બનવા જતા ‘આપ’ ના કાર્યકર્તાઓની વિધાનસભા પરિસર પાસે અટકાયત

  ગુજરાત રાજ્યમાં કોરોના કાળમાં શાળા અને કોલેજની ફી મુદ્દે સરકાર કોઈ નિર્ણય પર પહોંચી શકી નથી. વાલી મંડળો અવાર નવાર ફી મુદ્દે દેખાવો યોજી ચુક્યા છે. ત્યારે આજ રોજ ગુજરાત વિધાનસભા પરિસરની સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ધરણા યોજવાનો કાર્યક્રમ હતો. સરકારના કાને વિદ્યાર્થીઓ અને વાલીઓનો અવાજ પહોંચાડવાના આશય સાથે આ કાર્યક્રમનું આયોજન […]

Uncategorized
 

ગુજરાત રાજ્યમાં કોરોના કાળમાં શાળા અને કોલેજની ફી મુદ્દે સરકાર કોઈ નિર્ણય પર પહોંચી શકી નથી. વાલી મંડળો અવાર નવાર ફી મુદ્દે દેખાવો યોજી ચુક્યા છે. ત્યારે આજ રોજ ગુજરાત વિધાનસભા પરિસરની સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ધરણા યોજવાનો કાર્યક્રમ હતો.

સરકારના કાને વિદ્યાર્થીઓ અને વાલીઓનો અવાજ પહોંચાડવાના આશય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ ચાર મહાનગરપાલિકાઓમાં શાળા – કોલેજની ફી બાબતે પ્લેકાર્ડ સાથે  ધરણા પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા પોતાની માંગણીઓ ને લઇને ઘરણા પ્રદર્શન –

(૧) સરકાર કોરોના – શિક્ષણ રાહત પેકેજ જાહેર કરી વાલીઓને, સંચાલકોને અને શિક્ષકોને રાહત આપે.

(૨) એક વર્ષ માટે વિદ્યાર્થીઓની સંપુર્ણ ફી માફી કરવામાં આવે.

(૩) સંચાલકોને શાળા – કોલેજના નિભાવ ખર્ચ પેટે સરકાર ગ્રાન્ટ આપે.

આ ત્રણ માંગણીઓ સાથે આમ આદમી પાર્ટી સરકાર સામે મેદાને પડી છે.

આદમી પાર્ટી દ્વારા વિધાનસભા પરિસરની સામે  એક દિવસ માટે સવારે ૧૦:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી આ ત્રણ માંગણીઓને લઈને ઉપવાસ – ધરણા આંદોલન કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈ ની આગેવાનીમાં આશરે સો જેટલા કાર્યકર્તાઓ આ ઉપવાસમાં જોડાવાના હતા. પરંતુ પોલીસે કાર્યક્રમની મંજૂરી આપી નાં હતી. કાર્યકરો આવતા ની સાથે જ પોલીસે તેમને ડિટેઈન કરી લીધા હતા .આશરે 40 થી 50 કાર્યકરો ની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.