બાબરીનાં ચુકાદા પહેલા મીડિયા સાથે વાત કરતા રામ વિલાસ વેદાંતીએ કહ્યું હતું કે, હા, અમે તે માળખું તોડી નાખ્યું છે, તે ખંડેરને તોડ્યો છે અને તેનો અમને ગર્વ છે. અમારું માનવું છે કે ત્યાં એક મંદિર હતું અને મંદિર જ રહેશે. આ માળખાને તોડવાનાં આરોપમાં જો મને ફાંસી આપવામાં આવે અથવા આજીવન કારાવાસ થાય તો અમે રામલાલા માટે આ બધું કરવા પણ તૈયાર છીએ. પરંતુ તેઓ કોઈપણ કિંમતે રામલલાને છોડવા તૈયાર નથી. રામવિલાસ વેદાંતીએ કહ્યું કે, શ્રી રામનો જન્મ અયોધ્યામાં થયો હતો અને બાબર ક્યારેય અયોધ્યામાં નહોતો આવ્યો, ત્યારે બાબરી મસ્જિદ અહીં કેવી રીતે આવી શકે. તેથી જ અમે 2005 માં એક મહિનાની જુબાનીમાં સાબિત કર્યું કે જ્યા રામલલા વારજમાન છે, તે રામનું જન્મસ્થળ છે.
આ પણ વાંચો – અયોધ્યા: 28 વર્ષ બાદ આજે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં ચુકાદો
રિપોર્ટ મુજબ, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, રામચંદ્ર ખત્રી અને સુધીર કક્કડ ચુકાદાનાં દિવસે સીબીઆઈ કોર્ટમાં હાજર રહેશે નહીં. પાંચ આરોપીઓ વતી તેમના વકીલો કોર્ટમાં અરજી કરી શકે છે. કેટલાક આરોપીઓ ચુકાદા માટે કોર્ટ પહોંચ્યા છે. વિનય કટિયાર, ચંપત રાય, જયભગવાન ગોયલ પણ કોર્ટ પહોંચ્યા છે. ઉમા ભારતી કોરોના સંક્રમિત છે. વળી લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીએ તેમની તબિયત ને આદાર બનાવી ન જવાનુ નક્કી કર્યું છે. આપને જણાવી દઇએ કે, બાબરી મસ્જિદ ડિમોલિશન કેસમાં લગભગ 2000 લોકો માર્યા ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
