Not Set/ કેટ ક્યુ/ કોરોના બાદ આ વાઈરસ ભારતમાં મચાવી શકે છે તબાહી, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

  ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાયરસે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં તબાહી મચાવી છે.  કોરોના વિષે હજુ હજી સુધી વૈજ્ઞાનિકો જાણી  નથી શક્યા ત્યાં  બીજો ચીની વાયરસ આખી દુનિયા માટે જોખમી બની ગયો છે. ખરેખર, વૈજ્ઞાનિકોએ બીજો એક ચાઇનીઝ વાયરસ શોધી કાઢ્યો છે.  જેનાથી દેશમાં રોગ ફેલાવાની આશંકા છે. વાયરસનું નામ કેટ ક્યુ વાયરસ […]

World
 

ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાયરસે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં તબાહી મચાવી છે.  કોરોના વિષે હજુ હજી સુધી વૈજ્ઞાનિકો જાણી  નથી શક્યા ત્યાં  બીજો ચીની વાયરસ આખી દુનિયા માટે જોખમી બની ગયો છે. ખરેખર, વૈજ્ઞાનિકોએ બીજો એક ચાઇનીઝ વાયરસ શોધી કાઢ્યો છે.  જેનાથી દેશમાં રોગ ફેલાવાની આશંકા છે. વાયરસનું નામ કેટ ક્યુ વાયરસ છે.

Cat que infection: Another virus from China can possibly trigger general  health emergency in India:ICMR - Laboratory Equipment Magazine,Microbiology  and Healthcare News,Scientific Equipment News

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ ભારત સરકારને ચેતવણી આપી છે કે ચીનના કેટ ક્યુ વાયરસ (સીક્યુવી) ભારતમાં દસ્તક કરી શકે છે.  આ વાયરસ આર્થ્રોપોડથી જન્મેલા વાયરસની શ્રેણીમાં આવે છે. ક્યુલેક્સ કહેવાતા મચ્છર સિવાય, તે પિગમાં (ભૂંડ) પણ જોવા મળે છે. સમાચાર મુજબ, ચીન અને વિયેટનામના મોટી સંખ્યામાં લોકો આ કેટ ક્યુ વાયરસથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે.

Chances of Chinese 'Cat Que Virus' in India, warns ICMR | Lifestyle Health  | English Manorama

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ફ મેડિકલ રિસર્ચના અહેવાલમાં જણાવાયું છે કે વાયરસ બાળકોમાં ફેબ્રીલ રોગો, મેનિન્જાઇટિસ અને એન્સેફાલીટીસનું કારણ બનશે (પેડિયાટ્રિક એન્સેફાલીટીસ).

વૈજ્ઞાનિકોએ તેમની ચેતવણીમાં કહ્યું છે કે ભારતમાં પણ ક્યુલેક્સ મચ્છરોમાં કેટ ક્યુ વાયરસ જેવું જ કંઈક મળી આવ્યું છે. સીક્યુવી મુખ્યત્વે પિગમાં જોવા મળે છે અને ચીનમાં પાળેલા પિગ વાયરસ સામે એન્ટિબોડીઝ હોવાનું જાણવા મળ્યું છે. આનો અર્થ એ થયો કે કેટ ક્યુ વાયરસ સ્થાનિક રીતે ચીનમાં તેનો ફેલાવો શરૂ કરી દીધો છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, ભારતમાં બે લોકોના સીરમ નમૂનામાં એન્ટિ-સીક્યુવી આઇજીજી એન્ટિબોડીઝ (આઇજીજી એન્ટિબોડીઝ) મળી આવ્યા છે. આઇસીએમઆરની મેડિકલ જર્નલ આઈજેએમઆર અનુસાર, આ બંને નમૂનાઓ વર્ષ 2014 અને 2017 માં કર્ણાટકમાં લેવામાં આવ્યા હતા. આઇસીએમઆર વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો વાયરસ ફેલાય તો જાહેર આરોગ્યનું સંકટ ઉભું થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.