સુશાંત સિંહ રાજપૂતનાં મોત અંગે એઈમ્સનો સૌથી મહત્વપૂર્ણ ફોરેન્સિક રિપોર્ટ બહાર આવ્યો છે. આ ફોરેન્સિક રિપોર્ટ અનુસાર સુશાંતનું મોત હત્યા નહીં પણ ‘આત્મહત્યા’ છે. હવે આ કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીના વકીલ સતીષ માનશિંદેએ પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે, તેઓ હવે CBIના ઓફિશિયલ વર્ઝનની રાહ જોઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે, સત્યને બદલી શકાય નહીં.
રિયાના વકીલે સતીષ માનશિંદેએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘મેં સુશાંત સિહ રાજપૂત કેસમાં AIIMSના ડોક્ટરોનું નિવેદન જોયું. ઓફિશિયલ પેપર્સ માત્ર AIIMS અને CBI પાસે છે. જે તપાસ પૂરી થયા બાદ કોર્ટમાં આપવામાં આવશે. અમને સીબીઆઈના ઓફિશિયલ વર્ઝનની રાહ છે’.
વકીલે આગળ કહ્યું કે, ‘રિયા ચક્રવર્તી તરફથી હંમેશાથી કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ પરિસ્થિતમાં સત્યને બદલી શકાશે નહીં. કેટલાક મીડિયા રિપોર્ટ્સ રિયાને લઈને જે અટકળો લગાવી રહ્યા છે, તે ખાસ ઉદ્દેશને લઈને છે. અમે સત્યની સાથે છે. સત્યમેવ જયતે’.
સુશાંત સિંહ રાજપૂતની બોડી 14 જૂનના રોજ તેના મુંબઇ સ્થિત ઘરમાં લટકતી જોવા મળી હતી. ફોરેન્સિક અધિકારીઓએ તેમનુ કામ કરી દીધુ છે હવે તપાસ એજન્સીઓની જવાબદારી છે કે સુશાંત કેસ પર કોઇ લોજીકલ નિર્ણય આપે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
