Not Set/ CSK vs KXIP/ સતત ત્રણ હાર બાદ ફોર્મમાં પરત ફરી ધોનીની ટીમ, પંજાબ સામે 10 વિકેટથી મેળવી જીત

  દુબઇમાં રવિવારે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 ની 18 મી મેચમાં ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાના જૂના રંગમાં પાછી ફરી અને કિંગ્સ ઇલેવન પંજાબને દસ વિકેટથી હરાવી ટૂર્નામેન્ટ પરત આવવાની કરી દીધી ઘોષણા. પંજાબનાં 179 રનનાં લક્ષ્યાંકનો પીછો કર્યા બાદ ચેન્નાઈની ટીમે 14 બોલ બાકી રહેતા જીત મેળવી હતી. ચેન્નાઈનાં ઓપનર શેન વોટસન […]

Uncategorized
 

દુબઇમાં રવિવારે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 ની 18 મી મેચમાં ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાના જૂના રંગમાં પાછી ફરી અને કિંગ્સ ઇલેવન પંજાબને દસ વિકેટથી હરાવી ટૂર્નામેન્ટ પરત આવવાની કરી દીધી ઘોષણા. પંજાબનાં 179 રનનાં લક્ષ્યાંકનો પીછો કર્યા બાદ ચેન્નાઈની ટીમે 14 બોલ બાકી રહેતા જીત મેળવી હતી. ચેન્નાઈનાં ઓપનર શેન વોટસન અને ફાફ ડુપ્લેસી વચ્ચે પ્રથમ વિકેટ માટે 181 રનની ભાગીદારી થઇ હતી.

ચેન્નાઈ સામે લક્ષ્ય ખરેખર સરળ નહોતું, પરંતુ આ વખતે ઓપનર શેન વોટસન અને ફાફ ડુ પ્લેસી બંનેએ મજબૂત બેઝ રાખી કેપ્ટન ધોનીની ચિંતા ઓછી કરી છે. બંનેએ પ્રથમ વિકેટ માટે 100 થી ઉપરની ભાગીદારી કરી હતી. આ બંનેની સામે પંજાબનો કોઈ પણ બોલર ટકી શક્યો ન હતો. દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, જેણે સતત ત્રણ પરાજયનો સામનો કરવો પડ્યો હતો, તેને 10 વિકેટથી હરાવી દીધું હતું. અને તેના બંને ઓપનર ચેન્નાઈનાં વિજયનાં હીરો બન્યા હતા, જેમણે પ્રથમ બોલથી અંતિમ બોલ સુધી એક પણ વિકેટ ગુમાવી ન હતી. ફોર્મમાં પાછા ફરતાં શેન વોટસને અણનમ 83 અને ફાફ ડુ પ્લેસીએ અણનમ 87 રન ફટકાર્યા હતા.

કિંગ ઇલેવન પંજાબે ચેન્નાઈ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ક્વોટાની 20 ઓવરમાં 4 વિકેટે 178 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી કેપ્ટન કેએલ રાહુલે 63 અને વિકેટકીપર નિકોલસ પુરને 33 રન બનાવ્યા હતા. આ સિવાય મયંક અગ્રવાલે 26 અને મનદીપસિંહે 27 રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ તરફથી શાર્દુલ ઠાકુરે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.