Not Set/ MP-MLA ની ધરપકડ અને હાજર કરવામાં પોલીસની અનિચ્છા પર SC એ વ્યક્ત કરી ચિંતા

  સુપ્રીમ કોર્ટે હાલનાં અને પૂર્વ સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ બાકી રહેલા કેસોમાં પોલીસની તેમને ધરપકડ કરવામાં અનિચ્છા બતાવવા અથવા કોર્ટમાં હાજર ન થવાને ગંભીર બાબત ગણાવી છે. સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે સંસદના સભ્યો અને વિધાનસભાનાં સભ્યોનાં વિરુદ્ધ મામલામાં પોલીસ અધિકારીઓ વિધાનસભાનાં દબાણ હેઠળ આવે છે. એટલા માટે તેઓ તેમની સામે કોઈ […]

Uncategorized
 

સુપ્રીમ કોર્ટે હાલનાં અને પૂર્વ સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ બાકી રહેલા કેસોમાં પોલીસની તેમને ધરપકડ કરવામાં અનિચ્છા બતાવવા અથવા કોર્ટમાં હાજર ન થવાને ગંભીર બાબત ગણાવી છે. સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે સંસદના સભ્યો અને વિધાનસભાનાં સભ્યોનાં વિરુદ્ધ મામલામાં પોલીસ અધિકારીઓ વિધાનસભાનાં દબાણ હેઠળ આવે છે. એટલા માટે તેઓ તેમની સામે કોઈ પગલા લેવામાં અચકાતા હોય છે.

આ પણ વાંચો – PM પર રાહુલનો કટાક્ષ, ખાલી ટનલમાં હાથ મિલાવવાનું છોડો, દેશનાં સવાલોનો જવાબ આપો

મંગળવારે સુનાવણી દરમિયાન ન્યાયાધીશ એનવી રમનાની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચે કહ્યું, “અમને કહેવામાં આવ્યું છે કે ઘણી વખત પોલીસ આરોપી સાંસદો અથવા ધારાસભ્યો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં સક્ષમ નથી, કારણ કે તેમનુ પદનો તેમના પર ઘણો દબાણ હોય છે.” જસ્ટીસ રમનાએ એમ પણ કહ્યું હતું કે, ઘણી હાઈકોર્ટ પેન્ડિંગ કેસોની સુનાવણી માટે વીડિયો કોન્ફરન્સિંગની સુવિધાની માંગ કરી રહી છે. ખંડપીઠ પર રહેલા ન્યાયાધીશ સૂર્યકાંત અને અનિરુદ્ધ બોઝે વિવિધ ઉચ્ચ અદાલતોની માંગને સમર્થન આપતાં કહ્યું હતું કે, સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ નવા પડતર કેસોની વિગતો હાઈકોર્ટ દ્વારા મળી રહી છે. રાજ્યો ટૂંક સમયમાં વિડીયો કોન્ફરન્સિંગ સુવિધાની મદદથી ઘણા પેન્ડિંગ કેસોનો નિકાલ કરી શકશે.

આ પણ વાંચો – અમદાવાદ/ UP નાં હાથરસની ઘટનાનાં વિરોધમાં આજે કોંગ્રેસ પાર્ટી શહેરમાં નિકાળશે પ્રતિકાર યાત્રા

આ કેસમાં વરિષ્ઠ વકીલ વિજય હંસારિયાએ જણાવ્યું હતું કે, દેખરેખ છતા, હાઈકોર્ટમાં ભૂતપૂર્વ અને વર્તમાન ધારાસભ્યો અને સાંસદો વિરુદ્ધ પેન્ડિંગ કેસ વધી રહ્યા છે. તેથી જરૂરી બન્યું છે કે હાઇકોર્ટે આનો વહેલી તકે નિકાલ કરવો જોઈએ. આ કેસમાં અરજદાર અને એડ્વોકેટ અશ્વિનીકુમાર ઉપાધ્યાયે ખંડપીઠને ગંભીર ગુનાઓમાં આરોપી ધારાસભ્યો અને સાંસદો સામે આજીવન પ્રતિબંધો લાદવા તાકીદ કરી હતી. સુપ્રીમ કોર્ટને અગાઉ જણાવવામાં આવ્યું છે કે, માર્ચ 2020 સુધીમાં આવા પેન્ડિંગ કેસોની સંખ્યા 4,442 થઈ ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.