‘સિમ્બા’ની સફળતા બાદ રોહિત શેટ્ટી ફરી એકવાર રણવીર સિંહ સાથે ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે. તાજેતરમાં જ રોહિત શેટ્ટીએ ફિલ્મની ઘોષણા કરીને અદભૂત ફોટોશૂટની જાહેરાત કરી છે, જેમાં ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર, રણવીર સિંહ પણ જોવા મળે છે. આ ફિલ્મ વિશે અત્યાર સુધીની મળતી માહિતી અનુસાર આ ફિલ્મનું નામ ‘સર્કસ’ રાખવામાં આવ્યું છે. તે એક કોમેડી ફિલ્મ હશે જેમાં રણવીર સિંહ, પૂજા હેગડે અને જેકલીન ફર્નાન્ડિઝ મુખ્ય ભૂમિકામાં હશે.
‘સર્કસ’ ફિલ્મમાં વરુણ શર્મા, સિદ્ધાર્થ જાધવ, જોની લિવર, સંજય મિશ્રા, વ્રજેશ હિરજી, વિજય પાટકર, સુલભા આર્ય, મુકેશ તિવારી, અનિલ ચરણજીત, અશ્વિની કલસેકર અને મુરલી શર્મા પણ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ આગામી મહિનાથી મુંબઇ, ઉટી અને ગોવામાં કરવામાં આવશે. અને આ ફિલ્મ આવતા વર્ષે શિયાળાની સીઝનમાં રિલીઝ થશે. ભૂષણ કુમાર અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટની સાથે રોહિત શેટ્ટી દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આપને જણાવી દઈએ કે રોહિત શેટ્ટી અને રણવીર સિંહની જોડી ત્રીજી વખત એક સાથે ફિલ્મ બનાવવા જઈ રહી છે. સિમ્બા પછી રણવીર સિંહની સૂર્યવંશીમાં પણ ભૂમિકા છે. રણવીર સિંહની ફિલ્મો વિશે વાત કરીએ તો, કોરોના વાયરસ મહામારીને કારણે થિયેટરો બંધ થવાને કારણે રણવીરની બે મોટી ફિલ્મોની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે.
એક 1983 માં ભારત વર્લ્ડ કપ જીત પર આધારિત 83 ફિલ્મ છે જેનું દિગ્દર્શન કબીર સિંહે કર્યું છે અને આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવ અને પત્ની દીપિકા પાદુકોણ, રોમી દેવની ભૂમિકામાં છે. બીજી તરફ, અક્ષય કુમાર સાથે રોહિત શેટ્ટીની સૂર્યવંશી મુખ્ય ભૂમિકામાં છે, પરંતુ આ ફિલ્મમાં રણવીર સિંહનો એક કેમિયો છે.