Madhya Pradesh/ ‘આઇટમ’ વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યો, હવે ઇમરતી દેવીએ કમલનાથની માતા-બહેન અંગે કરી અભદ્ર ટીપ્પણી

મધ્યપ્રદેશમાં ‘આઇટમ’ શબ્દને લઈને રાજકારણ ગરમાયું છે. હવે કેબીનેટ પ્રધાન ઇમરાતી દેવીએ કમલનાથની માતા અને બહેનને ‘આઇટમ’ ગણાવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Top Stories India

મધ્યપ્રદેશમાં ‘આઇટમ’ શબ્દને લઈને રાજકારણ ગરમાયું છે. હવે કેબીનેટ પ્રધાન ઇમરાતી દેવીએ કમલનાથની માતા અને બહેનને ‘આઇટમ’ ગણાવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મધ્યપ્રદેશમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાંના એક આચાર્ય પ્રમોદે ઇમરતી દેવીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે મીડિયા સાથે વાત કરી રહી છે કે કમલનાથની માતા અને બહેન બંગાળની આઈટમ હશે, પરંતુ મને તે અંગે જાણ નથી.

તે બંગાળનો માણસ છે, તેને બોલવાની શિષ્ટતા નથી

મીડિયા સાથે વાત કરતાં ઇમરતી દેવીએ વધુમાં કહ્યું કે, તેઓ બંગાળના માણસ છે, તેઓ માત્ર મુખ્ય પ્રધાન બનવા માટે મધ્યપ્રદેશ આવ્યા હતા. તેની પાસે બોલવાની શિષ્ટતા નથી, તેથી તે વ્યક્તિને શું કહેવું જોઈએ? જ્યારે તેમણે મુખ્યમંત્રી પદ છોડ્યું ત્યારે તે વ્યાકુળ થી ગયા હતા. હવે તે પાગલ તરીકે રાજ્યભરમાં ફરી રહ્યા છે. તે કાઈ પણ કહી શકે છે. તે કંઈપણ બોલી શકે છે. તે મારા રાજ્યનો એક માણસ નથી, તેની માતા અને બહેન બંગાળની આઈટમ  હશે,

આ પહેલા કમલનાથે ઇમરતી દેવીને ‘આઇટમ’ કહી હતી

આ પહેલા કમલનાથે ડબરામાં એક સભાને સંબોધિત કરતી વખતે ઇમરતી દેવીને ‘આઇટમ’ તરીકે સંબોધન કર્યું હતું. આ પછી રાજ્યમાં રાજકારણ ગરમાયું હતું. જોકે, બાદમાં કમલનાથે તેમના નિવેદન અંગે સ્પષ્ટતા કરી હતી.

gujarat / “ભાઉ અને ભાઈ” વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ : અમિત ચાવડા

Assembly By Election / અબડાસ ચૂંટણી પ્રચાર/ મંતવ્ય ન્યૂઝ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી – EXCLUSIVE

rajkot / નોકરીના બહાને લૂંટ ચલાવતી ટોળકીના 3 સાગરીતોની ધરપકડ, પિસ્તોલ અને બાઈક સહીત મુદ્દામાલ મળી આવ્યો…