Murder/ બનાસકાંઠામાં માતાના અનૈતિક સંબંધે બાળકનો ભોગ લીધો, સમગ્ર પંથકમાં મચ્યો ખળભળાટ

બનાસકાંઠાના સરહદી વિસ્તારના થરાદ તાલુકાના ચારડા ગામે રહેતા ભરત ઠાકોરના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ પીરગઢ ગામે રહેતી મંજુલા ઠાકોર સાથે થયા હતા.

Gujarat Others

ગુજરાતમાં સરહદી વિસ્તાર બનાસકાંઠા જીલ્લામાં અને તેમાં પણ થરાદ, વાવ અને સૂઇગામ તાલુકામાં હત્યા, લુંટ સહિતની અનેક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે, ત્યારે આ જ પ્રકારની હત્યાની એક ઘટના વાવ તાલુકાના ચારડા ગામમાંથી સામે આવી છે, જ્યાં માતાના અનૈતિક સંબંધે માસુમ બાળકનો ભોગ લેવામાં આવ્યો છે.

આ ઘટના પર નજર કરીએ તો, બનાસકાંઠાના સરહદી વિસ્તારના થરાદ તાલુકાના ચારડા ગામે રહેતા ભરત ઠાકોરના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ પીરગઢ ગામે રહેતી મંજુલા ઠાકોર સાથે થયા હતા. દાંપત્યજીવન દરમ્યાન બન્નેને સંતાનમાં એક પુત્રની પ્રાપ્તિ પણ થઈ હતી, બે દિવસ અગાઉ ભરતભાઈ તેમની પત્ની અને દોઢ વર્ષનો પુત્ર રવિ ઉર્ફે સંદીપ, માતાજીના નૈવેધ કરવા તેમના વતન બુકણા ગામે માટે ગયા હતા.

આ પણ વાંચો :  જાણીતા બિલ્ડરને ત્યાં EDની રેડ, બિલ્ડર લોબીમાં ફફડાટ

મોડી સાંજે પરત પોતાના ઘરે આવ્યા બાદ તેની પત્ની પેશાબ કરવાના બહાને બહાર જઈ તેના પ્રેમી ઉદા માજીરાણાના બાઈક પર બેસીએ ત્યાંથી નાસી ગઈ હતી. તે સમયે ભરતભાઈ ઠાકોરે બૂમાબૂમ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં તો તેની પત્ની દોઢ વર્ષના પુત્રને લઈને તેના પ્રેમિના બાઇક પર બેસીને નાસી ગઈ હતી.

આ પણ વાંચો :  PM મોદીએ સ્વ. મહેશ-નરેશ બેલડીના ઘરે જઈ પાઠવી સાંત્વના

ત્યારબાદ વાવ તાલુકાના બુકણા ગામના રહેવાસી અને ચારડા ગામમાં ખેત મજુરી કરતા ઠાકોર પરિવારમાં એક માતાએ પોતાના પ્રેમી સાથે ભાગી અને તેમના પ્રેમમાં અડચણરૂપ બનતું દોઢ વર્ષના બાળકની ઠંડા કાળજે બેરહેમીથી ગળુ દબાવીને હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર પામી જવા પામ્યો છે.

આ ઘટના અંગે થરાદ પોલીસ મથકમા હત્યારી માતા ઉપર તેના પતિ ઠાકોર ભરતભાઈ નાગજીભાઈ એ પોતાના દોઢ વર્ષના દીકરાની હત્યા કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ આ ઘટના અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.