By Election/ સનસનાટી મચાનતા આક્ષેપો કરનાર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મંતવ્ય ન્યૂઝ સાથે કરી ખાસ વાત

ગુજરાતનાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની વાતચીત, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મંતવ્ય ન્યૂઝ સાથે કરી આવી ખાસ વાતચીત. ચાવડાએ કહ્યું કે, ગુજરાતની જનતા સમક્ષ આ વીડિયો આવ્યો છે. વીડિયો સ્પષ્ટ કહી રહ્યો છે કે, ગુજરાતમાં ધારાસભ્યને વેચવા-ખરીદવાનું કૃત્ય ભાજપ દ્વારા કરાયું છે. પ્રજાદ્રોહ અને ધારાસભ્યનાં વેચવા-ખરીદવાનાં આ કૃત્યનો જવાબ ગુજરાતની જનતા 3જી તારીખે(વિધાનસભાની આઠ […]

Top Stories Ahmedabad Gujarat Gujarat Assembly Election 2022 Politics

ગુજરાતનાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની વાતચીત, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મંતવ્ય ન્યૂઝ સાથે કરી આવી ખાસ વાતચીત. ચાવડાએ કહ્યું કે, ગુજરાતની જનતા સમક્ષ આ વીડિયો આવ્યો છે. વીડિયો સ્પષ્ટ કહી રહ્યો છે કે, ગુજરાતમાં ધારાસભ્યને વેચવા-ખરીદવાનું કૃત્ય ભાજપ દ્વારા કરાયું છે. પ્રજાદ્રોહ અને ધારાસભ્યનાં વેચવા-ખરીદવાનાં આ કૃત્યનો જવાબ ગુજરાતની જનતા 3જી તારીખે(વિધાનસભાની આઠ બેઠક માટેની પેટા-ચૂંટણીના મતદાનનો દિવસ) આપશે.

ભાજપ દ્વારા પાકી સોદાબાજી કરાઇ હોવાનો આરોપ કરતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, સોમાભાઇ એ ભાજપનાં મોટા કદ અને પદનાં ત્રણ નેતાનાં નામ લીધા છે. ગુજરાતની જનતાનાં જનાદેશને ખરીદવાનો આરોપ મુકતા ચાવડાએ વધુંમાં ઉમેર્યુ કે, આગામી સમયમાં ચૂંટણીપંચની પણ આ અંગે સલાહ લેવાશે. ACB અને મની લોન્ડરિંગ વિષયનો કેસ થવા જોઇએ તે સ્પષ્ટ છે. સાથે સાથે મોટા પૈસાનો મામલો છે ત્યારે આવકવેરા અને ઇડી દ્વારા પણ તપાસ થવી જોઇએ.

આવા નેતાઓને નૈતિકતાનાં ધોરણે પોતાના પદ પર રહેવાનો કોઇ અધિકાર નથી. ચૂંટણી ટાણે જ કેમ ધારાસભ્યો રાજીનામા આપે છે ? સત્તાલાલસા માટે ભાજપ કરોડોમાં ધારાસભ્યોને ખરીદે છે તે આ વીડિયો સાબિત કરે છે. આનો જવાબ તો પ્રજા આપશે. જી હા, ગુજરાતમાં લોકશાહીનાં મુલ્ય બચાવવા જનતા આવા કૃત્યો સામે યોગ્ય પરચો આપશે.