Not Set/ કોરોના રસી પરીક્ષણમાં ભાગ લીધા બાદ પંજાબના વધુ એક મંત્રીની તબિયત લથડી

શિરોમણિ અકાલી દળના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને ચંદીગઢના પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કર

India

શિરોમણિ અકાલી દળના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને ચંદીગઢના પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હરસિમરત કૌર બાદલનું કોરોના પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું, તેમનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. પરંતુ ઇમર્જન્સી વોર્ડમાં આઈશોલેશન હેઠળ મૂકવામાં આવ્યા છે. હાલ તેઓને ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

#coronavaccine / ગુજરાતમાં કોરોના વેક્સિનેશન માટે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ : …

હજુ ગઈકાલે જ કોરોના રસીના પરીક્ષણમાં ભાગ લેનાર હરિયાણાના આરોગ્યપ્રધાન અનીલ વીજ પણ કોરોના પોઝિટિવ હોય તેઓ સારવાર લઇ રહ્યા હતા. તેમણે પણ ગત 30 નવેમ્બરના રોજ અંબાલાની સરકારી હોસ્પિટલમાં કોવિક્સનનો ડોઝ આપવામાં આવ્યો હતો ત્યારબાદ તેમની તબિયત લથડી હતી. વધુ એક મંત્રીને રસિક પરીક્ષણ બાદ તબિયત લથડતા સામાન્ય લોકોમાં રસી પરીક્ષણ અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે.

ઉલ્લેખનીય છે કે હરસિમરત કૌર બાદલ મોદી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તે કેન્દ્રીય ખાદ્ય અને પ્રોસેસીંગ ઉદ્યોગ પ્રધાન હતા. તેમણે કૃષિ કાયદાના વિરોધમાં મોદી સરકારમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે કેન્દ્રના નવા કાયદાઓને ખેડૂતો સાથે મોટો છેતરપિંડી ગણાવ્યો છે. એટલું જ નહીં સુખીબીર બાદલે પંજાબની ચૂંટણીમાં એકલા લડવાની જાહેરાત કરી હતી, જેમાં અકાલી દળને એનડીએથી અલગ કરવાની જાહેરાત કરી હતી.

Award / આ કારણે આદર પૂનાવાલાને ‘એશિયન ઓફ ધ યર’ સન્માન મળ્યું…

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…