Not Set/ યાર્ડમાં અને વેચાણ કેન્દ્રોની લાઇનોમાં ખેડૂતોની મગફળી પલળી જતા પાયમાલી

ગુજરાતભરમાં ભર શિયાળે કમૌસમી વરસાદથી ખેડૂતોને તો રાતે પાણીએ રોવાનો વારો આવ્યો જ છે, પરંતુ ગુજરાતભરનાં યાર્ડ સત્તાવાળાને પણ આ કમૌસમી વરસાદથી શિયાળામાં પરસેવો વળી ગયો છે.

Top Stories Gujarat Others

ગુજરાતભરમાં ભર શિયાળે કમૌસમી વરસાદથી ખેડૂતોને તો રાતે પાણીએ રોવાનો વારો આવ્યો જ છે, પરંતુ ગુજરાતભરનાં યાર્ડ સત્તાવાળાને પણ આ કમૌસમી વરસાદથી શિયાળામાં પરસેવો વળી ગયો છે. જી હા, ગુજરાતભરમાં હાલ મગફળી અને બીજી અનેક ખેત પેદાશો માર્કેટીંગ યાર્ડમાં આવી રહી છે. અને જો ખાસ વાત કરવામાં આવે તો હાલ ગુજરાતના મહત્તમ યાર્ડ મગફળીથી છલોછલ જોવામાં આવી રહ્યા છે. વળી હાલ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરિદી પણ કરવામાં આવી રહી હોય તમામ માર્કેટીંગ યાર્ડમાં લાખો ટન અને હજારો ગુણી મગફળી પડી છે. આવામાં વાતાવરણમાં પલ્ટો આવતા અને માવઠાનાં કારણે ખેડૂત અને યાર્ડ સત્તાવાળાઓના જીવ અધ્ધર થઇ ગયા છે. 

inaurgurate: માંડલ-બેચરાજી SIR દેશનો શ્રેષ્ઠ ઇન્ડસ્ટ્ર્રી પ્રોજેક્ટ બનશે – CM રુપાણી

News & Views :: બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં પડ્યો કમોસમી વરસાદ

રાજકોટની વાત કરવામાં આવે તો, જિલ્લામાં વાતાવરણમાં પલટો થયો અને રાજકોટ માવઠાથી ખેડૂતોને ચિંતાની લકીરો કપાડે ઉપસી આવી છે. આખા વર્ષની મહેનત કમૌસમી વરસાદ ખૂંચવી જાય તેવી સ્થિતિ હાલ ખેડૂતોની થઇ છે. રાજકોટનાં બેડી માર્કેટીંગ યાર્ડમાં 1 લાખ ગુણી મગફળી પાણીમાં પલળી હોવાની વિગતો સામે આવી રહી છે. મગફળી ઉપરાંત કપાસ સહિતનાં પાકને ભારે નુકસાન થયો હોવાનું પણ વિદિત છે. માવઠાને કારણે તૈયાર પાકમાં ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.  

rain: છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ઝરમર વરસાદ વરસતા …

48 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે, સૌથી વધારે અસર થશે ગુજરાતના આ  જિલ્લાઓમાં - GSTV

આવી જ સ્થિતિ ઉત્તર ગુજરાતની છે. અરવલ્લી બાયડ સરકારી ગોડાઉનમાં મગફળી પલળી જતા ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. જો કે, આ પલળી ગયેલી મગફળી ટેકાના ભાવે ખરીદેલી મગફળી હોવાનાં કારણે ખેડૂતોને આ નુકસાનીની સીધી અસરો જોવામાં નહી આવે, પરંતુ અરવલ્લી ભિલોડામાં ખેડૂતોની મગફળી પલળી હોવાની વિગતો પણ સામે આવી રહી છે. ગતરાતથી ખરીદ કેન્દ્ર પર લાઈનમાં ખેડૂતો ઉભા છે. ટ્રેકટરમાં મગફળી પલળતા ખેડૂતો ચિંતામાં જોવામાં આવી રહ્યા છે. તો સાથે સાથે યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી પણ પલળી હોવાની વિગતોથી ખેડૂતોમાં ભારે આર્થિક નુકસાની સાથે સાથે એક પ્રકારની નિરાશા પણ જોવામાં આવી છે. 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…