સમગ્ર વિશ્વને હચમચાવી દેતો કોરોનાવાયરસને લઇને રોજ અલગ-અલગ સમાચાર સામે આવતા રહે છે. આ આજની વાત કરીએ તો, આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે જારી કરેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 98,57,029 પર પહોંચી ગઇ છે.

છેલ્લા 24 કલાકમાં Covid-19 નાં 30,254 નવા કેસ નોંધાયા છે, જ્યારે 391 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 93,57,464 લોકો આ રોગથી ઠીક થયા છે, જ્યારે 3,56,546 સક્રિય કેસ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં થયેલા મૃત્યુ બાદ દેશમાં મૃતકોની સંખ્યા વધીને 1,43,019 થઈ ગઈ છે. આઇસીએમઆરએ જણાવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં 10,14,434 કોરોના તપાસ થઈ છે, હાલમાં કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. કોરોના સાથે યુદ્ધ લડતો આખો દેશ કોરોના રસીની આતુરતાથી રાહ જોઇ રહ્યો છે. રસી આવતા પહેલા ભારત સરકાર તેની રસીકરણ યોજના પર કામ કરી રહી છે. જો કે સરકારે આ કામ માટે રાજ્ય સરકારોની મદદ પણ માંગી છે, પરંતુ આ દરમિયાન સમાચાર છે કે કોરોના રસી ભારતમાં આવ્યા પછી એક દિવસમાં 100 લોકોને રસી આપવામાં આવશે.

મળી રહેલી માહિતી અનુસાર સરકાર રસીકરણ કેન્દ્રમાં 5 લોકોને તૈનાત કરશે. દરેક કેન્દ્ર પર એક દિવસમાં 100 લોકોને રસીનો ડોઝ આપવામાં આવશે. કોઈપણ પ્રકારની ભીડ ન થાય તે માટે સરકાર આ નિર્ણય લઈ રહી છે. જો કે, સરકાર રસીકરણ ઝડપી બનાવવા માટે કોમ્યુનિટી હોલ અને ટેન્ટ લગાવવાની પણ વ્યવસ્થા કરશે. નોંધપાત્ર વાત એ છે કે સંયુક્ત રાષ્ટ્ર (યુએન) નાં આરોગ્ય વડા ટેડરોઝ અડહાનોમ ગેબ્રેસિયસે વિશ્વને કોરોના વાયરસ રોગચાળા અંગે એક સારા સમાચાર આપ્યા હતા, યુએનનાં આરોગ્ય વડાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ રસી ટેસ્ટનાં પરિણામો હવે વિશ્વમાં આવી રહ્યા છે. તેનાથી રોગચાળો સમાપ્ત થવાનું સપનું જોઈ શકાય છે. પરંતુ અમીર અને શક્તિશાળી દેશોએ ગરીબ અને સંસાધનથી વંચિત દેશોને રસીનાં ભાગદૌડમાં કચડી નાખવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં.
કપરાડા તાલુકાનાં ચાવશાળા ગામે વરસાદને પગલે ઘર ધરાસાઈ
ભાજપનાં પેજ પ્રમુખની યાદીમાં હવે મનસુખ માંડવિયાનો પણ સમાવેશ
ખેડૂતોને લઇને રાહુલ ગાંધીનો PM મોદી પર કટાક્ષ – હજુ કેટલા ખેડૂતોની…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
