ન્યૂઝીલેન્ડે સોમવારે બેસિન રિઝર્વ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમને ઇનિંગ્સ અને 12 રને હરાવી હતી. આ સાથે ન્યૂઝીલેન્ડે બે મેચની ટેસ્ટ સિરીઝ 2-0 થી જીતી લીધી છે. જોશુઆ ડી સિલ્વાની પહેલા અડધી સદી પછી ટીમ સાઉદી અને નીલ વેગનરની જોડીએ ચોથા દિવસે સોમવારે વેસ્ટ ઇન્ડીઝની બાકીની વિકેટ ઝડપી હતી અને બીજી ઇનિંગમાં 317 રનો પર વેસ્ટ ઇન્ડીઝ ટીમને હરાવી ન્યૂઝીલેન્ડને જીત અપાવી હતી.
વિન્ડિઝે દિવસની શરૂઆત 244 રન સાથે છ વિકેટનાં નુકસાન પર કરી હતી. કેપ્ટન હોલ્ડર અને ડી સિલ્વાએ ત્રીજા દિવસની રમતની શરૂઆત આગળ કરી હતી. ટીમનાં ખાતામાં ફક્ત આઠ રન ઉમેરવામાં આવ્યા હતા કે સાઉદીએ એક આક્રમક બોલ પર હોલ્ડરને બોલ્ડ કરી દીધો. વિન્ડિઝનાં કેપ્ટને 61 રન બનાવ્યા હતા. તેની પાછળ આવેલા અલ્ઝારી જોસેફે 12 બોલમાં 24 રન બનાવ્યા. તેણે ત્રણ ચોક્કા અને બે છક્કા ફટકાર્યા હતા.
જો કે ડી સિલ્વા એક છેડે ઉભો રહ્યો હતો અને તેણે તેની પહેલી અડધી સદી પૂરી કરી હતી. તે 57 નાં વ્યક્તિગત સ્કોર પર વેગનરનો શિકાર બન્યો હતો. વેગનરે શેનન ગ્રેબ્રીઅલને બોલ્ડ કરીને વિન્ડિઝની ઇનિંગ્સ સમાપ્ત કરી અને તેની ટીમને બીજી જીત અપાવી હતી. સાઉદી અને કાઇલ જેમિસને બે-બે વિકેટ ઝડપી હતી. ટ્રેન્ટ બોલ્ટ અને વેગનરે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 460 રન બનાવ્યા હતા અને વિન્ડિઝને પ્રથમ દાવમાં 131 રન પર ઠાર કરી દીધા હતા. ન્યૂઝીલેન્ડે વિન્ડિઝને ફોલો-ઓન આપ્યું હતું અને મહેમાન ટીમે બીજી ઇનિગ્સમાં 317 રન બનાવીને મેચ ગુમાવી દીધી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
