Viral Photo/ ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણાએ કરાવ્યું ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

બોલિવૂડના જાણીતા એક્ટર જેકી શ્રોફની પુત્રી અને ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકો સાથે સંકળાયેલી રહે છે.

Entertainment

બોલિવૂડના જાણીતા એક્ટર જેકી શ્રોફની પુત્રી અને ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકો સાથે સંકળાયેલી રહે છે. તાજેતરમાં, કૃષ્ણા શ્રોફે તેનું ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો તેણે પોતાના ચાહકો સાથે શેર કરી છે. તસવીરોમાં ક્રિષ્ના શ્રોફ બેબી પિંક કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

કૃષ્ણા શ્રોફની આ તસવીરો ચાહકોને ખૂબ પસંદ આવી છે. આપને જણાવી દઈએ કે, કૃષ્ણા હાલમાં દુબઈમાં છે. આ માહિતી તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપી છે. આ તસવીરો સિવાય કૃષ્ણાએ બ્લેક આઉટફિટમાં પણ કેટલાક ફોટો શેર કર્યા છે. તસવીરોમાં તે મિરર ફોટોશૂટ કરતી જોવા મળી રહી છે.

https://www.instagram.com/p/CIvVaZqsQYK/?utm_source=ig_web_copy_link

કૃષ્ણા શ્રોફની આ તસવીરો પર ચાહકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા તેની ફિટનેસ માટે પણ જાણીતી છે. ક્રિષ્ના શ્રોફે ઘણીવાર તેના બોયફ્રેન્ડ ઇબન હાયમ્સ સાથે ફોટા અને વીડિયો શેર કર્યા હતા, પરંતુ તાજેતરમાં પુષ્ટિ થઈ હતી કે બંનેના બ્રેકઅપ થઇ ગયું છે.

https://www.instagram.com/p/CI0A-9JMyzk/?utm_source=ig_web_copy_link

કૃષ્ણા શ્રોફ ભલે ફિલ્મોમાં એન્ટ્રી નથી કરી. પણ તેની ફેન ફોલોઇંગ કોઇ સેલિબ્રિટીઝથી કઇ કમ નથી. કૃષ્ણા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે અને આવારનવાર તે તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

ટાઈગરની બહેન અને જેકી શ્રોફની દીકરી કૃષ્ણા ઘણીવાર બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી ચૂકી છે. તેને ઘણી ફિલ્મ્સની ઓફર પણ મળી ચૂકી છે, પરંતુ તે એક્ટિંગ ફિલ્ડમાં રસ ધરાવતી નથી. કૃષ્ણા ટ્રાન્સઝેંડર કોમ્યુનિટી પર એક ડોક્યુમેન્ટ્રી ડિરેક્ટ કરી ચૂકી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…