દેશ હવે શીતલહેરના સપાટામાં આવી રહ્યો છે. ઉત્તરના રાજ્યોથી માંડીને કડકડતી ઠંડી હવે મેદાની પ્રદેશોને પણ ધમરોળી રહી છે. પંજાબ અને રાજસ્થાનમાં પણ શીતલહેરનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે.
ઉત્તરભારતના કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમ વર્ષા બાદ હવે મેદાની રાજ્યો પણ હિમયુગનો અનુભવ કરી રહ્યાં છે. સૌથી ચોંકાવનારા આંકડા રાજસ્થાનના છે. રાજસ્થાનમાં પારો એકથી વધુ જગ્યાએ માઇનસમાં જતો રહ્યો છે. રાજસ્થાનના જેસલમેરના ચાંદનમાં પારો માઈનસ 1.5 ડિગ્રીએ ગગડી ગયો છે. જ્યારે પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં પારો માઈનસ 1 ડિગ્રી નોંધાયો છે.
જસ્થાનના 8 શહેરોમાં તાપમાન 4 ડિગ્રીથી પણ ઓછું નોંધાયું છે. દિલ્હીમાં પણ રેકોર્ડબ્રેક ઠંડી પડી રહી છે. અહીં પારો 3 ડિગ્રીએ આવી ગયો છે. આ તરફ પંજાબમાં પણ આગામી 48 કલાક માટે શીતલહેરનું એલર્ટ આપવામાં આવ્યું છે. અમૃતસરથી દોડતી 10 ટ્રેન ધુમ્મસને લીધે છેક ફેબ્રુઆરી સુધી રદ્દ કરવામાં આવી છે. આ તરફ ચંદીગઢમાં પણ સૂસવાટા મારતા ઠંડા પવન અને ધુમ્મસથી જનજીવન જાણે કે થંભી ગયું છે.
પંજાબ ઉપરાંત હરિયાણામાં પણ શીતલહેરની જોરદાર અસર જોવા મળી રહી છે. હરિયાણાના અંબાલા, કરનાલ, હિસાર, ભિવાની અને રોહતક જેવા શહેરોમાં 4થી સાડા ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ તમામ શહેરોમાં ઠંડા સૂસવાટા મારતા પવનોએ લોકોની હાલત ખરાબ કરી નાખી છે. તો આગામી 48 કલાક હજુપણ હરિયાણા હિમયુગનો અનુભવ કરશે.
આ તરફ પ્રવાસન સ્થળ તરીકે માનીતા ઉત્તરના હિમાચલ સહિતના પ્રદેશોમાં હિમ વર્ષાને લીધે ભારે ઠંડી અનુભવાઈ રહી છે. હિમાચલ પ્રદેશના 8 શહેરોમાં પારો શૂન્ય ડિગ્રીએ રહ્યો છે. શિમલા મનાલીમાં તો બરફની ચાદર છવાયેલી છે. જો કે હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર શીતલહેરની અસર 20મી પછી થોડી ઓછી થશે અને લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ફરક આવી શકે છે.
બારડોલીમાંથી કેનાલમાંથી યુવતીનો મળ્યો મૃતદેહ, મૃત્યુનું કારણ હજી અકબંધ
વડોદરામાં લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે, જાણો શું છે આ સમગ્ર મામલો
મોરબી રવાપર ગ્રામપંચાયતની મિટિંગમાં ગયેલા લોકોને કઢાયા બહાર, આ છે મુખ્ય કારણ
દારૂનું કટીંગ કર્યાની શંકાથી પોલીસે યુવાનને ઢોર માર મર્યાનો આક્ષેપ
રાજકોટમાં BJP ના પૂર્વ કોર્પોરેટર ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપાયા
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
