ખાદ્યતેલનાં ભાવ નિયંત્રણમાં આવી રહ્યા નથી. ખાદ્યતેલોનાં દર રેકોર્ડ ઉંચા સ્તરે પહોંચી ગયા છે. અત્યારે તેમની કિંમતમાં ઘટાડો થવાની સંભાવના નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ અને તેલીબિયાંની માંગ કરતા સપ્લાય ઓછા હોવાને કારણે ખાદ્યતેલોનાં ભાવમાં વધારો થયો છે. આપને જણાવી દઈએ કે, ભારત આયાત દ્વારા તેના ખાદ્યતેલની લગભગ બે તૃતીયાંશ જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને આયાત મોંઘા હોવાને કારણે ખાદ્યતેલનાં ભાવ સતત વધી રહ્યા છે.

એમસીએક્સ પર આજે ક્રૂડ પામ ઓઇલ (સીપીઓ) જાન્યુઆરી વાયદો 10 કિલો દીઠ 939.90 રૂપિયાનાં કારોબારમાં જોવા મળ્યો હતો. જે મંગળવારનાં રેકોર્ડ સ્તરની આસપાસ 941 રૂપિયા છે. અગાઉનાં મહિનામાં, 19 નવેમ્બરનાં રોજ, એમસીએક્સ પર સીપીઓનો ભાવ 10 કિલો દીઠ 948.8 રૂપિયા પર પહોંચ્યો હતો. જયપુરમાં સરસોનું તેલ, ક્રૂડ ઘાનીનો જથ્થાબંધ ભાવ 1,173 રૂપિયા હતો, કંડલા બંદરે સોયા તેલનો જથ્થાબંધ ભાવ 10 કિલો દીઠ 1,115 રૂપિયા, આરબીડીનો ભાવ 1,010 રૂપિયા, 10 કિલો સૂર્યમુખી તેલનો ભાવ 1,290 રૂપિયા પ્રતિ 10 કિલો હતો. નિષ્ણાંતો કહે છે કે સોયાબીન અને આરબીડી ઉચ્ચતમ સ્તર પર છે, જેની અસર અન્ય ખાદ્યતેલો પર જોવા મળી રહી છે.

અમારી સહકારી વેબસાઇટ zeebiz.com પર પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, સોયાબીન પ્રોસેસર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SOPA) નાં અધ્યક્ષ, દાવિશ જૈને જણાવ્યું હતું કે, વૈશ્વિક બજારમાં તેજીને કારણે ભારતમાં ખાદ્યતેલનાં ભાવમાં તેજી જોવા મળી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, હવામાન અનુકૂળ ન હોવાને કારણે વિશ્વભરમાં આ વખતે તેલીબિયાંનાં ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જેને કારણે માંગ કરતાં પુરવઠો ઓછો છે. તેથી ખાદ્યતેલનાં ભાવ રેકોર્ડ સ્તરે છે.

જૈને કહ્યું કે ભારત ખાદ્યતેલની જરૂરિયાતમાંથી 65 ટકા આયાત કરે છે. તેથી, વિદેશી બજારમાં તેલ અને તેલીબિયાંનાં ભાવમાં વધારાને લીધે સ્થાનિક બજારમાં તેલનાં ભાવમાં વધારો થયો છે. જો કે, તેમણે કહ્યું કે બે મહિના પછી દક્ષિણ અમેરિકાનાં દેશોનો નવો પાક આવવાનો છે અને જો પાક સારો રહેશે તો તેલનાં ભાવમાં થોડી નરમાઇ આવી શકે છે. નોંધપાત્ર વાત એ છે કે, ભારત આર્જેન્ટિનાથી સોયા તેલની આયાત કરે છે અને નિષ્ણાતો કહે છે કે આર્જેન્ટિનામાં ગરમ વાતાવરણને કારણે વાવણી મોડી થઈ છે.
Business / સોના-ચાંદીના ભાવમાં થયો વધારો, 70,000 રૂપિયાની નજીક પહોંચ્યો…
Business / કોરોના સંક્રમણની ઈફેક્ટ, SENSEX 267 પોઇન્ટ તૂટ્યો…
ભાવવધારો / સતત બે અઢવાડિયાથી પેટ્રોલ-ડીઝલનાં ભાવ સ્થિર…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
