Winter/ માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો -2 ડિગ્રી, પ્રવાસીઓએ માણી મજા

શિયાળાની અસલ ઠંડી જો જોવી હોય તો આપ માઉન્ટ આબુમાં આવી શકો છો. અહી માયનસ બે ડિગ્રી તાપમાન નોંધાયુ છે, જ્યારે ગુરુશીખરમાં માયનસ પાંચ ડિગ્રી તાપમાન પહોંચ્યુ છે….

India

શિયાળાની અસલ ઠંડી જો જોવી હોય તો આપ માઉન્ટ આબુમાં આવી શકો છો. અહી માયનસ બે ડિગ્રી તાપમાન નોંધાયુ છે, જ્યારે ગુરુશીખરમાં માયનસ પાંચ ડિગ્રી તાપમાન પહોંચ્યુ છે.

રાજસ્થાનનાં એકમાત્ર હિલસ્ટેશન અને સૌથી ઠંડા પ્રદેશ ગણાતા માઉન્ટ આબુમાં ઠંડીનું પ્રમાણ વધતા તાપમાન માયનસ બે ડિગ્રીએ પહોચ્યું છે. આ કારણે  માઉન્ટ આબુની ભૂમિ પર બરફ ફેલાઈ ગયો છે આ સીઝનમાં માઉન્ટ આબુમાં સૌથી ઠંડુ વાતાવરણ રહ્યું હતું, જ્યારે આબુની સૌથી ચોંટી ગણાતા ગુરુશીખરમાં માયનસ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આટલી કાતિલ ઠંડીમાં તળાવનાં પાણીમાં પણ બરફ છવાયો હતો. જેને જોઇને પ્રવાસીઓ સહિત સ્થાનિક લોકો પણ થૂંઠ વાયા હતા. આટલી ગાત્રો થીજવતી ઠંડીમાં પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને અવિશ્વસનીય દ્રશ્યો જોઈ મંત્રમુગ્ધ થઈ આનંદમાં આવી ગયા હતા અને બરફને હાથમાં લઈ અનેરો આનંદ ઉઠાવતા જોવા મળ્યા હતા. ભુજ અને જયપુરથી આવેલ પ્રવાસીઓ જણાવી રહ્યા હતા કે તેઓને કલ્પનાથી પણ પરે દ્રશ્યો તેમને જોવા મળી રહ્યા છે. સવારમાં શીત લહેર ફેલાતા હોટલોમાં રહેલા પ્રવાસીઓ સુરજ ઉગતાની સાથે જ માઉન્ટ ભ્રમણમાં લાગી ગયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો