Political/ રાહુલનાં ઇટલી જવા પર BJP નેતાનો કટાક્ષ, પાર્ટ ટાઇમ પોલિટિક્સ, ફૂલ ટાઇમ ટૂરિઝમ જે નેતા કરશે તેને…

રાહુલ ગાંધીનાં વિદેશ પ્રવાસને લઈને વિવાદ વધી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી રાહુલનાં ઇટાલી જવા પર સતત પ્રહાર કરી રહી છે….

India

રાહુલ ગાંધીનાં વિદેશ પ્રવાસને લઈને વિવાદ વધી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી રાહુલનાં ઇટલી જવા પર સતત પ્રહાર કરી રહી છે. કેન્દ્રીય પ્રધાન અને ભાજપનાં નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમના પર કટાક્ષ કર્યો છે.

ભાજપનાં નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, પાર્ટ ટાઇમ પોલિટિક્સ, ફૂલ ટાઇમ પર્યટન અને પાખંડ જે નેતા કરશે, તેને તેની નાની યાદ આવશે, અને જ્યારે તેને નાની યાદ આવે છે તો તે ક્યા પહોંચી જાય છે તેની ખબર તેમને જ પડતી નથી. આપને જણાવી દઇએ ખેડૂત આંદોલન અને કોંગ્રેસ પાર્ટીનાં 136 માં સ્થાપના દિવસનાં એક દિવસ પહેલા રાહુલ ગાંધીની વિદેશ મુલાકાતને લઈને વિવાદ થયો છે. જે બાદ ભાજપને ફરી એકવાર રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર કરવાની તક મળી છે.

ભાજપનાં નેતા મુખ્તાર અબ્બાસ નકવી પહેલા ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ જનરલ વી.કે.સિંહે રાહુલ ગાંધીની ઇટલી મુલાકાત પર કટાક્ષ કરતાં કહ્યું હતુ કે, રાહુલને અભિનંદન, કોંગ્રેસ અહીં સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે અને રાહુલ ગાંધી વિદેશમાં આરામ કરી રહ્યા છે. સંભવત: ખૂબ થાકી ગયા છે. કોંગ્રેસની હાલત એ છે કે જે પણ સમજુ છે તેને બહાર જવાનો રસ્તો બતાવવામાં આવી રહ્યો છે. જનરલ વી.કે.સિંહે કહ્યું કે, યુપીએનું નેતૃત્વ કોઈએ ન કરવું જોઈએ, શરદ પવાર, કપિલ સિબ્બલને ખબર હોવી જોઇએ કે આજે કોંગ્રેસની હાલત શું છે. આપને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાહુલ ગાંધીનાં વિદેશ પ્રવાસ અંગે પણ કડક વલણ અપનાવ્યું હતું. તેમણે પોતાના એક ટ્વીટમાં લખ્યું છે કે કોંગ્રેસ અહીં તેનો 136 મો સ્થાપના દિવસ ઉજવી રહી છે અને રાહુલ જી ‘9 2 11’ થઇ ગયા છે!!

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…