Gujarat/ ચાર મહાનગરોમાં કર્ફ્યુના સમયમાં કરાયો ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે લાગશે કર્ફ્યું…

પહેલી જાન્યુઆરીથી રાજ્યના ચાર મહાનગરોમાં કર્ફ્યુના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત ખાતે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે.

Top Stories Gujarat Others
  • 4 મહાનગરોમાં કર્ફ્યુના સમયમાં ફેરફાર
    9 વાગ્યાના બદલે રાત્રે 10 વાગ્યા સુધી કર્ફ્યું
    રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યું

ગુજરાત રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. કોરોના કેસને કાબુ માં લેવા માટે સરકાર દ્વારા ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યું નાખી દેવામાં આવ્યો હતો. જો કે હવે રાજ્યમાં કોરોના કેસમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. જેને લઈને રાજ્યના ચાર મહાનગરોમાં કર્ફ્યુના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

પહેલી જાન્યુઆરીથી રાજ્યના ચાર મહાનગરોમાં કર્ફ્યુના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત ખાતે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે. નોધનીય છે કે અગાઉ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ હતો.